શોધખોળ કરો
Ind vs Aus: ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત સાથે ભારતે લગાવી રેકોર્ડની લાઈન
1/4

વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠલ આ જીત ખૂબ જ મહત્ત્વની છે. 71 વર્ષ એક મહિનો અને ઠીક દસ દિવસ બાદ આવી તક મળી છે જ્યારે કોઈ એશિયન ટીમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ પોતાના નામે કરી હોય. જ્યારે વિશ્વની વાત કરીએ તો ઈંગ્લેન્ડ (1882-83), વેસ્ટ ઇન્ડીઝ (1979-80), ન્યૂઝીલેન્ડ (1985-86), સાઉથ આફ્રીકા (2008-09) બાદ ભારત ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ જીતનારી ટીમ બની ગઈ છે.
2/4

ટીમ ઇન્ડિયા 30 વર્ષોમાં ઓસ્ટ્રેલિયાની જમીન પર ઓસ્ટ્રેલિયાને ફોલોન આપનાર એકમાત્ર ટીમ બની ગઈ છે. પોતાની જમીન પર ઓસ્ટ્રેલિયાએ અંતિમ વખત ફોલોઓન ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટમાં 1988માં રમી હતી. વિતેલા 18 વર્ષમાં આ બીજી તક છે જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ ફોલોઓન રમવા મજબૂર થઈ હોય. આ પહેલા વર્ષ 2005માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ નોટિંઘમમાં તેણે ફોલોઅન મેચ રમ્યો હતો. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ રમાયેલ આ છઠ્ઠી ફોલોઓન મેચ હતી.
Published at : 07 Jan 2019 12:35 PM (IST)
View More





















