શોધખોળ કરો
Advertisement
ઈશાંત, ઉમેશ, શમીની ત્રિપુટીએ રચ્યો ઈતિહાસ, ભારતીય ફાસ્ટ બોલર્સે ઘરઆંગણે મેળવી ખાસ સિદ્ધી
મેચમાં ભારતના સ્પિનરોને એક પણ વિકેટ ન મળી, તમામ 19 વિકેટ ફાસ્ટ બોલરોએ ઝડપી હતી.
કોલકાતાઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતામાં રમાઈ રહેલી ડે નાઇટ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતનો એક ઈનિંગ અને 46 રનથી વિજય થયો હતો. બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 195 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. હાર્મસ્ટ્રિંગના કારણે ગઈકાલે મેદાન છોડીને જતો રહેલો મહમુદુલ્લાહ (39 રન) આજે રમતમાં આવ્યો નહોતો. બાંગ્લાદેશ તરફથી રહીમે 74 રન બનાવી ભારતીય બોલરનો પ્રતિકાર કર્યો હતો. ભારત તરફથી બીજી ઈનિંગમાં ઉમેશ યાદવે 5 અને ઈશાંત શર્માએ 4 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશને ઈનિંગ સાથે હરાવવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતે સતત ચોથી વખત આ રીતે જીતીને ઈતિહાસ સર્જયો હતો. બાંગ્લાદેશનો સીરિઝમાં 2-0થી વ્હાઇટ વોશ થયો હતો.
આ મેચમાં ભારતના સ્પિનરોને એક પણ વિકેટ મળી નહોતી. તમામ 19 વિકેટ ફાસ્ટ બોલરોએ ઝડપી હતી. જે ભારતીય ફાસ્ટ બોલર્સનો ઘરઆંગણે સર્વશ્રેષ્ઠ દેખાવ છે. પ્રથમ ઈનિંગમાં ઈશાંત શર્માએ 5, ઉમેશ યાદવે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઈનિંગમાં ઉમેશ યાદવે 5 અને ઈશાંત શર્માએ 4 વિકેટ લીધી હતી. આ પહેલા ભારતીય ફાસ્ટ બોલર્સનો ઘરઆંગણે સર્વશ્રેષ્ઠ દેખાવ 17 વિકેટ હતો. 2017-18માં શ્રીલંકા સામે કોલકાતામાં ટીમના ફાસ્ટ બોલરોએ મળીને 17 વિકેટ ઝડપી હતી. IND v BAN ડે નાઇટ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત, સતત ચોથી વખત ઈનિંગથી ટેસ્ટ મેચ જીતીને રચ્યો ઈતિહાસ અજીત પવારને મનાવવામાં લાગ્યુ NCP, જયંત પાટિલ કરશે મુલાકાત મહારાષ્ટ્રઃ શિવસેનાનો અજીત પવાર પર પ્રહાર, કહ્યું- 12 કલાકમાં જ વાગી ગયા 12India become the first team to register four consecutive Test wins by an innings margin. 🔥 pic.twitter.com/RPOflnIDMV
— ICC (@ICC) November 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement