શોધખોળ કરો

India Vs England 2nd Test: આજે ઇગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ, સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં રોહિત શર્માની અગ્નિપરીક્ષા

India Vs England 2nd Test: વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં કેપ્ટન રોહિતની અગ્નિપરીક્ષા થશે.  તેનું કારણ એ છે કે ટીમમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, અને રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ખેલાડીઓ નથી.

India Vs England 2nd Test:  ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજથી રમાશે. આ મેચ વિશાખાપટ્ટનમના વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી રમાશે.

શ્રેણીની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાઈ હતી. જેમાં ચોથા દિવસે જ ભારતીય ટીમને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ આ બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવા માંગે છે.

ભારતીય ટીમ આ 4 દિગ્ગજ ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે

વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં કેપ્ટન રોહિતની અગ્નિપરીક્ષા થશે.  તેનું કારણ એ છે કે ટીમમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ખેલાડીઓ નથી. આવી સ્થિતિમાં તે ચાર દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં રોહિતે મેચ જીતીને શ્રેણી બરોબરી કરવી પડશે. કેપ્ટન માટે પણ આ ખરો પડકાર બની રહેશે.

આ ઉપરાંત રોહિતે શુભમન ગિલ અને શ્રેયસ અય્યરને લઈને પણ મોટો નિર્ણય લેવો પડશે જે સતત ફ્લોપ થઈ રહ્યા છે. તેમજ સરફરાઝ ખાન અને રજત પાટીદારને તક આપવા અંગે વિચારણા કરવી પડશે. જો બંનેને તક મળશે તો આ તેમની ડેબ્યૂ મેચ હશે.

આ મેદાન પર રોહિતનો શાનદાર રેકોર્ડ

બીજી તરફ વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં રોહિતનો રેકોર્ડ પણ શાનદાર છે. રોહિતે આ સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી 4 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે. રોહિતે આ મેદાન પર છેલ્લી વનડે મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, જેમાં તેણે 13 રન કર્યા હતા.

ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી

ભારતીય ટીમ ઘરઆંગણે ભાગ્યે જ સંઘર્ષ કરતી જોવા મળે છે, પરંતુ આ પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં જોવા મળ્યું હતું. ત્રણ વર્ષ પહેલા પણ ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટમાં આ જ વિરોધીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ડાબોડી સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત છે. રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલે નવી યોજનાઓ બનાવવી પડશે.

જાડેજાની જગ્યાએ કુલદીપને તક મળી શકે છે

જાડેજાની ગેરહાજરીમાં કુલદીપ યાદવ રમે તેવી અપેક્ષા છે. હવે જોવાનું એ રહે છે કે ભારતીય ટીમ જસપ્રીત બુમરાહના રૂપમાં માત્ર એક ફાસ્ટ બોલર સાથે જાય છે કે પછી વધારાના સ્પિનર ​​તરીકે વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવે છે. જોકે, ઉત્તર પ્રદેશના યુવા લેફ્ટ આર્મ સ્પિનર ​​સૌરભ કુમારનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભારતના વર્લ્ડ ક્લાસ સ્પિનરો ઈંગ્લેન્ડ સામે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે ભારતીય બેટ્સમેનોએ પણ ટર્નિંગ ટ્રેક પર નિરાશ કર્યા હતા. લેફ્ટ આર્મ સ્પિનર ​​ટોમ હાર્ટલીએ તેની પ્રથમ ટેસ્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.

ભારતની સંભવિત પ્લેઇંગ-11

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર/સરફરાઝ ખાન, શ્રેયસ અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ/વોશિંગ્ટન સુંદર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget