ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે 3 મેચોની ટી-20માં ઇંગ્લેન્ડને 2-1થી પરાજય આપીને સીરીઝ કબ્જે કરી, બાદમાં ઇંગ્લેન્ડે 3 મેચોની વનડે સીરીઝમાં 2-1થી ભારતને હાર આપીને હિસાબ બરાબર કરી લીધો હતો, હવે ભારતે ટેસ્ટ સીરીઝ પણ ગુમાવી દીધી છે.
2/5
આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની અંતિમ ટેસ્ટ રમાશે. આ ટેસ્ટ 7 સપ્ટેમ્બર શુક્રવારથી 11 સપ્ટેમ્બર મંગળવાર સુધી રમાશે. આ મેચ લંડનના કેનિન્ગટનમાં રમાશે, મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ લંડનના કેનિંગટન ઓવેલ મેદાન પરથી બપોરે 3.30 કલાકે કરાશે.
3/5
આ મેચોનુ લાઇવ, મેચની ઇગ્લિંશ કૉમેન્ટ્રી Sony Six અને Sony Six Hd પર થશે, જ્યારે SONY TEN 3 અને SONY TEN 3 HD પર હિન્દીમાં કૉમેન્ટ્રી પ્રસારિત થશે. સાથે Sony LIV પર સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
4/5
5/5
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ સામે ભારતની સીરીઝમાં કારમી હાર થઇ છે. પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડે ભારત સામે 3-1થી જીતીને સીરીઝ પોતાના નામે કરી લીધી છે. હવે આવતીકાલે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાવવાની છે, જેમાં જીત મેળવીને ભારત માટે થોડીઘણી વધેલી આબરુ બચાવવાનો સમય છે. જાણો ક્યારે અને ક્યાંથી થશે અંતિમ ટેસ્ટનું લાઇવ ટેલિકાસ્ટ.