શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs ENG, India Squad: અંતિમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને કોને ટીમમાં કરાયા સામેલ ?
બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને અંતિમ બે ટેસ્ટમાં ટીમમાં જગ્યા મળી છે.
![IND vs ENG, India Squad: અંતિમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને કોને ટીમમાં કરાયા સામેલ ? India vs England Series Team India last Two Tests against England announced Umesh Yadav join after Fitness assessment IND vs ENG, India Squad: અંતિમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને કોને ટીમમાં કરાયા સામેલ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/17212458/indvseng-team-india-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીર-BCCI ટ્વિટર
IND vs ENG: ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરિઝની અંતિમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)એ ટીમની જાહેરાત કરી દીધી છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાનારી અંતિમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ચાર સ્પિનર્સને સ્થાન આપવામાં આવ્યું છે. ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડ અને ટીમ ઈન્ડિયાએ 1-1 મેચ જીતી છે. 24 ફેબ્રુઆરીથી બીજી ટેસ્ટ મેચ રમાશે.
બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને અંતિમ બે ટેસ્ટમાં ટીમમાં જગ્યા મળી છે. પટેલે પોતાની પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં બે અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. સાથે કુલદીપ યાદવ અનો વોશિંગટન સુદંરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે
ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ અમદાવાદમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. ઉમેશ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં ઈજાગ્રસ્ત થયો હતો.
ટીમ ઈન્ડિયા:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે( ઉપ કેપ્ટન), કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, રિદ્ધિમાન શાહા, આર અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, સિરાજ
નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં 24મી ફેબ્રુઆરીથી ભારત ઈંગ્લેંડ વચ્ચે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 2 ટેસ્ટ મેચ, પાંચ ટી20 મેચ રમાશે. ટી20 સીરિઝ 12 માર્ચથી શરુ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion