ઓપનર મુરલી વિજય પણ સદંતર નિષ્ફળ રહ્યો હતો. તેણે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 20 અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા તેમ છતાં તેને બીજી ટેસ્ટ મેચમાં તક આપી હતી. જોકે, તે બીજી ટેસ્ટમાં ફ્લોપ રહેતાં બંને ઇનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. મુરલી વિજયને બહાર કરી તેના સ્થાને ધવનને ફરી તક મળી શકે તેવું લાગી રહ્યું છે.
2/5
ટીમ મેનેજમેન્ટે પ્રથમ ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાને બહાર કરી લોકેશ રાહુલને સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ તે પ્રથમ ટેસ્ટમાં માત્ર 17 રન બનાવી શક્યો હતો. બીજી ટેસ્ટમાં શિખર ધવનને બહાર કરી લોકેશ રાહુલને ફરી તક આપી હતી પરંતુ તેના દેખાવમાં સુધારો થયો નહોતો અને બીજી ટેસ્ટમાં 18 રન બનાવી શક્યો હતો. આથી રાહુલને બહાર કરી કરુણ નાયરને ટીમમાં તક મળે તેમ છે.
3/5
ટેસ્ટ ક્રિકેટમાં રિદ્ધિમાન સહા વિકેટકીપિંગ કરતો હોય છે પરંતુ તે ઈજાગ્રસ્ત થતાં દિનેશ કાર્તિકને સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે બે ટેસ્ટ મેચની ચાર ઇનિંગમાં માત્ર 21 રન બનાવ્યા હતા. પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ખાતું ખોલાવી શક્યો નહોતો, બીજી ઇનિંગમાં માત્ર 20 રન બનાવ્યા હતા. લોર્ડ્સ ટેસ્ટમાં પણ તેનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું અને તે બંને ઇનિંગમાં મળી માત્ર એક રન બનાવી શક્યો હતો. આ સંજોગોમાં યુવા વિકેટકીપર ઋષભ પંતને ત્રીજી ટેસ્ટમાં પદાર્પણની તક મળી શકે છે.
4/5
આ પહેલાં ભારતને ઈંગ્લેન્ડ સામે 2014માં ધોની કેપ્ટન હતો ત્યારે ઇનિંગ અને 244 રને પરાજય મળ્યો હતો. વર્તમાન સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 18 ઓગસ્ટથી નોટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાશે. હવે યજમાન ટીમ સામે અંતિમ ત્રણ મેચ જીતવી તો દૂર પરંતુ સિરીઝ બચાવવાનો મોટો પડકાર આવી ગયો છે. બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને જોતાં ભારતના ત્રણ બેટ્સમેન નિશાના પર છે જેમને ત્રીજી ટેસ્ટમાંથી બહાર કરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
5/5
ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પૈકી પ્રથમ બે મેચમાં ભારતીય ટીમને કંગાળ દેખાવને કારણે પરાજયનો સામનો કરવો પડ્યો છે. લોર્ડ્સ ટેસ્ટમાં તો ભારતને ઇનિંગ અને 159 રને હાર મળી હતી જે વિરાટ કોહલીની કેપ્ટનશિપની 37મી ટેસ્ટ મેચમાં પ્રથમવાર ઈનિંગથી હાર મળી હતી.