શોધખોળ કરો
કોહલી, ધોની અને રોહિતને એક જ ઓવરમાં આઉટ કરી આ બોલરે રચ્યો ઈતિહાસ

1/4

પીટર ચેઝે 4 ઓવરમાં 35 રન આપી ચાર મહત્વની વિકેટ ઝડપી. જોકે, તેની આ શાનદાર બોલિંગ આયરલેન્ડને ખાસ કામ લાગી નહીં અને તેને 76 રનથી મેચ ગુમાવવી પડી. ભારતીય ટીમે રોહિત શર્મા અને શિખર ધવનની શાનદાર બેટિંગની મદદથી 5 વિકેટે 208 રન બનાવ્યા જેના જવાબમાં આયરલેન્ડ 9 વિકેટે 132 રન જ બનાવી શકી.
2/4

ધોની અને રોહિતને આઉટ કર્યા બાદ ચેઝ હેટટ્રિક પર હતો. જોકે વિરાટે ઓવરનો ચોથો બોલ કોઈ રીતે રોકી લીધો અને હેટટ્રિક ટાળી દીધી પણ પછીના બોલે ચેઝે કોહલીને પણ ધોનીની જેમ થોમ્પસનના હાથે ઝિલાવી દીધો.
3/4

ટી20માં પહેલીવાર એવું બન્યું છે કે, આ યારેય દિગ્ગજ બેટ્સમેનોને કોઈ એક જ બોલરે આઉટ કર્યા હોય. આમાંથી ત્રણને તો તેણે એક જ ઓવરમાં આઉટ કર્યા. ભારતની ઈનિંગની છેલ્લી ઓવરમાં ચેઝે બીજા બોલે ધોનીને થોમ્પસનના હાથમાં ઝિલાવ્યો, ત્યાર પછીના બોલે તેણે શાનદાર યોર્કર ફેંકી હિટમેન રોહિત શર્માને આઉટ કર્યો. ત્યારબાદ એક બોલ ખાલી ગયો અને ઓવરના પાંચમા બોલે તેણે વિરાટ કોહલીની વિકેટ લઈ ભારતીય કેમ્પમાં સોંપો પાડી દીધો.
4/4

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ભલે આયરલેન્ડ વિરૂદ્ધ બે મેચની ટી20 સીરીઝનો પ્રથમ મેચ જીતી ગઈ હોય, પરંતુ એક આયરિશ બોલરે ભારત વિરૂદ્ધ શાનદાર બોલિંગ કરીને સમગ્ર વિશ્વનું દિલ જીતી લીધું છે. આયરિશ બોલર પીટર ચેઝે ભારત વિરૂદ્ધ 4 ઓવર ફેંકી, જેમાં તેણે માત્ર 35 રન આપીને 4 વિકેટ લીધી હતી. હવે તમે વિચારી રહ્યા છો કે 4 વિકેટ લેવી કોઈપણ બોલર માટે મોટું કામ નથી, પરંતુ આ બોલરે ભારતના એ ચાર બેટ્સમેનને આઉટ કર્યા હતા જેની સામે વિશ્વના મોટા-મોટ બોલરો પણ ડરે છે.
Published at : 29 Jun 2018 07:45 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
દુનિયા
દુનિયા
Advertisement
