વેલિંગ્ટનઃ પ્રથમ ટી20માં ટીમ ઇન્ડિયાની 80 રને હાર થઇ છે. ન્યૂઝીલેન્ડે આપેલા 220 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય માત્ર 139 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ન્યૂઝીલેન્ડ સીરીઝમાં 1-0થી આગળ થઇ ગયુ છે.
2/6
ભારત તરફથી હાર્દિક પંડ્યાને 2 વિકેટ, જ્યારે ભુવી, ખલીલ, કૃણાલ પંડ્યા અને ચહલને 1-1 વિકેટ મળી હતી.
3/6
4/6
ન્યૂઝીલેન્ડ તરફથી શાનદાર બૉલિંગ જોવા મળી. ટીમ સાઉથીને 3 વિકેટ, જ્યારે ફર્ગ્યૂસન, સેન્ટનર અને સોઢીને 2-2 વિકેટ મળી હતી, અને ડેરી મિશેલને એક વિકેટ મળી હતી.
5/6
ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર કીવી બેટ્સમેન સેફર્ટે શાનદાર અને વિસ્ફોટક ઇનિંગ રમતા 6 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 43 બૉલમાં આક્રમક 84 રન ફટકાર્યા હતાં, જેના કારણે ન્યૂઝીલેન્ડ ટીમ મોટા સ્કૉર ઉભો કરી શકી હતી.
6/6
રોહિત શર્માએ ટૉસ જીતીને કીવી ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતુ, કીવી બેટ્સમેનોએ તરખાટ મચાવતી બેટિંગ કરતાં 20 ઓવરમાં 219 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાનો ધબડકો થયો અને માત્ર 139 રનના સ્કૉરે આખી ટીમ આઉટ થઇ ગઇ હતી.