બોલરોનું ખરાબ પ્રદર્શનઃ હેમિલ્ટનની નિર્ણાયક મેચમાં ટીમ ઇન્ડિયાના બોલરોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું ટીમના પાંચ બોલરોમાંથી ત્રણ બોલરોનો ઇકોનોમી રેટ 10થી ઉપર રહ્યો હતો. બોલરોના ખરાબ પ્રદર્શનને કારણે કીવી બેટ્સમેનોએ આઠ ઓવરમાં કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવી દીધા હતા. ન્યૂઝિલેન્ડના બોલરોએ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી 212 રન બનાવી લીધા હતા.
2/6
કોલિન મુનરોની આક્રમક બેટિંગઃ ન્યૂઝિલેન્ડના ઓપનર કોલિન મુનરોએ ભારતીય બોલિંગને તોડી નાખી હતી. મુનરોએ 40 બોલમાં જ 72 રન બનાવી ન્યૂઝિલેન્ડના સ્કોરને 200ને પાર લઇ જવામાં મદદ કરી હતી. મુનરો અને ટિમ સેફર્ટે 7.4 ઓવરમાં જ 80 રન બનાવી ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. મુનરોએ પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી હતી.
3/6
ટોસ જીતીને બોલિંગ કરવીઃ ત્રણ મેચની ટી-20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી જે ખોટો નિર્ણય સાબિત થયો. આ મેચમાં ટીમ ઇન્ડિયા મોટો સ્કોર બનાવી શકી હોત.
4/6
ખરાબ ફિલ્ડિંગઃ બોલરોના ખરાબ પ્રદર્શનની સાથે ભારતની ફિલ્ડિંગ પણ ખરાબ રહી હતી. ભારતના ફિલ્ડરોએ ન્યૂઝિલેન્ડની ઇનિંગમાં બે કેચ છોડ્યા હતા જેમાં એક કેચ કોલિન મુનરોનો હતો. 13મી ઓવરમાં ખલીલ અહમદે કોલિન મુનરોનો કેચ છોડ્યો હતો. બાદમાં રોહિત શર્માએ 18મી ઓવરમાં કોલિન ડિ ગ્રૈન્ડહોમનો કેચ છોડ્યો હતો.
5/6
વિજય શંકરને ઓવરો ના આપવી તે પણ હારનું એક કારણ રહ્યું છે. રોહિત શર્માએ ત્રણ બોલરો અને ત્રણ ઓલરાઉન્ડર સહિત કુલ છ બોલરોને મેચમાં ઉતાર્યા હતા. જેમાં ત્રણ બોલરોનો ઇકોનોમી રેટ 10થી ઉપર રહ્યો હતો પરંતુ તેમ છતાં રોહિત શર્માએ વિજય શંકરને એક પણ ઓવર આપી નહોતી. વિજયની મીડિયમ પેસ બોલિગ ન્યૂઝિલેન્ડને મુશ્કેલીમાં નાખી શકી હોત.
6/6
હેમિલ્ટનઃ ન્યૂઝિલેન્ડે ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાને ચાર રને હરાવી 2-1થી સીરિઝ જીતી લીધી હતી. આ સાથે ટીમ ઇન્ડિયાનું ન્યૂઝિલેન્ડમાં દ્ધિપક્ષીય ટી-20 સીરિઝ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. આ અગાઉ ટીમ ઇન્ડિયાને ન્યૂઝિલેન્ડ સામે વર્ષ 2008-09માં રમાયેલી દ્ધીપક્ષીય ટી-20 સીરિઝમાં હાર મળી હતી. ન્યૂઝિલેન્ડે ત્રીજી ટી-20 મેચમાં 20 ઓવરમાં 4 વિકેટ પર 212 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાના વિજય શંકર 43 અને કેપ્ટન રોહિત શર્માના 38 રનની મદદથી 20 ઓવરમાં છ વિકેટ ગુમાવી 208 રન બનાવી શકી હતી. જોકે ટીમ ઇન્ડિયાની હાર પાછળ આ પાંચ કારણો જવાબદાર છે.