શોધખોળ કરો
Advertisement
INDvNZ: બુમરાહે વિકેટ લેવા કેટલી ઓવર સુધી જોવી પડી રાહ ? જાણીને ચોંકી જશો
બુમરાહે ત્રીજા દિવસની શરૂઆતમાં જ ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. ઘણા લાંબા સમય બાદ બુમરાહે વિકેટ લીધી હતી.
વેલિંગ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં બે ટેસ્ટ મેચની સીરિઝ પૈકીની પ્રથમ મેચ રમાઈ રહી છે. ભારતની પ્રથમ ઈનિંગ 165 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 348 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડને આટલા સ્કોર સુધી મર્યાદીત રાખવામાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. ઈશાંતે 68 રનમાં 5 વિકેટ લીધી હતી. પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ લંચ વખતે 348 રન બનાવીને ઓલઆઉટ થતાં ભારત પર 183 રનની સરસાઈ મેળવી હતી. બુમરાહે ત્રીજા દિવસની શરૂઆતમાં જ ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. ઘણા લાંબા સમય બાદ બુમરાહે વિકેટ લીધી હતી.
છેલ્લે ક્યારે લીધી હતી વિકેટ
બુમરાહે ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી-20માં છેલ્લી વખત વિકેટ લીધી હતી. તેણે માર્ટિન ગપ્ટિલ, મિચેલ અને સાઉથીની વિકેટ ઝડપી હતી. 18મી ઓવરમાં બીજા બોલ પર તેણે સાઉથીને આઉટ કર્યો હતો. જે બાદ ત્રણ મેચની વન ડે સીરિઝમાં એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. જેના કારણે ભારતનો વન ડે સીરિઝમાં વ્હાઇટ વોશ થયો હતો.
કેટલી ઓવર પછી મળી વિકેટ
વેલિંગ્ટન ટેસ્ટના બીજા દિવસે પણ બુમરાહ વિકેટ ઝડપી શક્યો નહોતો. પરંતુ મેચની ત્રીજા દિવસની શરૂઆતમાં જ પ્રથમ બોલ પર તેણે બીજે વાટલિંગને પંતના હાથમાં કેચ આઉટ કરાવી દીધો હતો અને 48 ઓવર, 293 બોલ અને 21 દિવસ બાદ વિકેટ લીધી હતી.
INDvNZ: ઈશાંત શર્માએ ઝહીર ખાનના મોટા રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગત INDvNZ 1st Test Day 3: બીજી ઈનિંગમાં ભારતે ગુમાવી 1 વિકેટ, ન્યૂઝીલેન્ડે લીધી 183 રનની લીડ સોનાની આ શાહી થાળીમાં જમશે ટ્રમ્પ અને મેલાનિયા, જાણો વિગતJasprit Bumrah strikes with the first ball of the day!#NZvIND pic.twitter.com/uQBMokx2Qk
— ICC (@ICC) February 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement