શોધખોળ કરો
Advertisement
INDvNZ: ઈશાંત શર્માએ ઝહીર ખાનના મોટા રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગત
ઈશાંતે 68 રનમાં 5 વિકેટ લીધી હતી. 5 વિકેટ લેવાની સાથે જ ઈશાંતે ભારતના દિગ્ગજ બોલર ઝહીર ખાનની બરાબરી કરી લીધી છે.
વેલિંગ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં બે ટેસ્ટ મેચની સીરિઝ પૈકીની પ્રથમ મેચ રમાઈ રહી છે. ભારતની પ્રથમ ઈનિંગ 165 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 348 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડને આટલા સ્કોર સુધી મર્યાદીત રાખવામાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. ઈશાંતે 68 રનમાં 5 વિકેટ લીધી હતી.
5 વિકેટ લેવાની સાથે જ ઈશાંતે ભારતના દિગ્ગજ બોલર ઝહીર ખાનની બરાબરી કરી લીધી છે. ઈશાંતે 97મી ટેસ્ટ મેચમાં 11મી વખત ઈનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. ઝહીર ખાને 92 ટેસ્ટમાં 11 વખત 5 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી.
ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત ઈનિંગમાં 5 વિકેટ લેવાનો રેકોર્ડ 1983નો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન કપિલ દેવના નામે છે. કપિલ દેવે 131 મેચમાં 23 વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી છે.Ishant Sharma at Basin Reserve, Wellington.
2014 - 5-wicket haul ☑️ 2020 - 5-wicket haul ☑️#TeamIndia #NZvIND pic.twitter.com/E3YLO1T1YZ — BCCI (@BCCI) February 23, 2020
INDvNZ 1st Test: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ કહ્યું- બે દિવસથી સૂતો નથી, તેથી ઘાતક બોલિંગ નથી કરી શકતો INDvNZ 1st Test Day 3: બીજી ઈનિંગમાં ભારતે ગુમાવી 1 વિકેટ, ન્યૂઝીલેન્ડે લીધી 183 રનની લીડ સોનાની આ શાહી થાળીમાં જમશે ટ્રમ્પ અને મેલાનિયા, જાણો વિગતThat is it! New Zealand's innings folds for 348 and they take a lead of 183 runs. @ImIshant picks up his 11th five-wicket haul and is now 3 short of completing 300 dismissals in Test cricket #TeamIndia #NZvIND Details - https://t.co/lrVl5hObDT pic.twitter.com/PEhzQq8TCe
— BCCI (@BCCI) February 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion