શોધખોળ કરો
Advertisement
World Cup: મચ રદ્દ થતા ટીમ ઇન્ડિયાને થયું મોટું નુકસાન, કિવિને થયો ફાયદો, જાણો કેમ
મેચ રદ થતા બંને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. ન્યૂઝીલેન્ડ 4 મેચમાં 7 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં વરસાદને કારણે રદ્દ થયેલ મેચોની સંખ્યામાં ગુરુવારે વધુ એક વધારો થયો છે. ટ્રેન્ટ બ્રિજ મેદાન પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાવાની હતી જે ભારે વરસાદને કારણે રદ્દ કરવી પડી. સવારથી જ વરસાદને કારણે આ મેચમાં ટોસ પણ થઈ શક્યોન હતો. વર્લ્ડકપમાં વરસાદને કારણે રદ્દ થયેલ આ ચોથી મેચ હતી.
મેચ રદ થતા બંને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. ન્યૂઝીલેન્ડ 4 મેચમાં 7 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. ભારત 3 મેચમાં 5 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પોઇન્ટ વહેંચવાના કારણે ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડની સરખામણીએ વધારે નુકસાન થયું છે. ભારત સાથે પોઇન્ટ વહેંચ્યા પછી ન્યૂઝીલેન્ડની નોકઆઉટમાં જવાની સ્થિતિ મજબૂત બની ગઈ છે.
જેથી વરસાદના કારણે મેચ રદ થવી તેના માટે ફાયદાકારક સાબિત થઈ છે. કારણ કે ભારતીય ટીમ જે ફોર્મમાં છે તેને જોતા ભારત જીતની પ્રબળ દાવેદાર હતી. ભારતે આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડને તેની ધરતી ઉપર 4-1થી હરાવ્યું હતું. જોકે વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement