નવી દિલ્હીઃ વિજય રથ પર સવાર ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝિલેન્ડમાં પણ વન ડે શ્રેણી જીતી છે. પાંચ મેચની શ્રેણીની પ્રથમ ત્રણ મેચ જીતીને ક્લીન સ્વિપ તરફ આગળ વધી રહેલી ટીમ ઈન્ડિયા આવતીકાલે હેમિલ્ટનમાં ચોથી મેચ રમવા મેદાનમાં ઉતરશે. પરંતુ આવતીકાલની મેચમાં ભારતીય ટીમની જીત સરળ નહીં હોય, કારણકે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવાનો ફેંસલો લેવામાં આવ્યો છે અને તે આગામી મેચોમાં રમવાનો નથી.
2/3
વિરાટની ગેર હાજરીમાં ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્માને ટીમને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. હવે રોહિતના માથે ન્યૂઝિલેન્ડમાં ક્લિન સ્વીપ કરીને ઈતિહાસ રચવાની જવાબદારી છે. ભારત જો 4-0ની લીડ લઈ લશે તે 52 વર્ષમાં ન્યૂઝિલેન્ડમાં સૌથ મોટી જીત હશે. ભારતે પ્રથમ વખત 1967માં ન્યૂઝિલેન્ડનો પ્રવાસ કર્યો હતો.
3/3
ભારત શ્રેણીની બાકી બંને મેચો માટે બેંચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે. ધોનીએ આજે હેમિલ્ટનમાં જોરદાર પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમમાં આવતીકાલે શુભમન ગિલ ડેબ્યૂ કરી શકે છે. ઉપરાંત બોલિંગમાં પણ બદલાવ જોવા મળી શકે છે.