શોધખોળ કરો
Advertisement
પૃથ્વી શોએ બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બનાવ્યો આ રેકોર્ડ, સચિન બાદ બીજો યુવા ભારતીય ખેલાડી બન્યો
પૃથ્વી શોની જગ્યાએ શુભમન ગિલને બીજા ટેસ્ટમાં સામેલ કરવાની માગ ઉઠવા લાગી હતી પરંતુ પૃથ્વી શોને પ્લેઇનિંગ ઈલેવનમાં જાળવી રાખવામાં આવ્યો.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં સારું પ્રદર્શન ન કરી શકનાર ટીમ ઇન્ડિયાના ઓપનર પૃથ્વી શોએ બીજી ટેસ્ટમાં વાપસી કરી છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલ બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી અને અંતિમ મેચમાં પૃથ્વી શો હાફ સેન્ચુરી ફટકારી છે. પૃથ્વી શોએ 64 બોલરમાં 54 રનની ઇનિંગ રમી. શોએ પોતાની ઇનિંગમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. આ પહેલા વેલિંગ્ટનમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં પૃથ્વી શોએ પ્રથમ ઇનિંગમાં 16 અને બીજી ઇનિંગમાં 14 રન જ બનાવ્યા હતા.
પૃથ્વી શોની જગ્યાએ શુભમન ગિલને બીજા ટેસ્ટમાં સામેલ કરવાની માગ ઉઠવા લાગી હતી પરંતુ પૃથ્વી શોને પ્લેઇનિંગ ઈલેવનમાં જાળવી રાખવામાં આવ્યો, ત્યાર બાદ તેણે હાફ સેન્ચુરી ફટકારી. ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ મેચમાં હાફ સેન્ચુરી ફટકારતા જ પૃથ્વી શોએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પૃથ્વી શોએ ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ચ મેચમાં હાફ સેન્ચુરી ફટકારનાર બીજો યુવા ખેલાડી બની ગયો છે.
આ લિસ્ટમાં પૃથ્વી શોથી આગળ પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર છે. સચિન તેંડુલકરે 1990માં નેપિયર ટેસ્ટમાં 16 વર્ષ 291 દિવસની ઉંમરમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. પૃથ્વી શોની વાત કરીએ તો તેણે 20 વર્ષ 112 દિવસની ઉંમરમાં આ કારનામું કર્યું છે. ત્રીજા નંબર પર અતુલ વાસન છે, જેણે 1990માં 21 વર્ષ 336 દિવસની ઉંમરમાં ઓકલેન્ડ ટેસ્ટમાં ફિફ્ટી લગાવી હતી.
ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટમાં હાફ સેન્ચુરી ફટકારના સૌથી યુવા ભારતીય
સચિન તેંડુલકર - 16 વર્ષ 291 દિવસ
પૃથ્વી શો - 20 વર્ષ 112 દિવસ
અતુલ વાસન - 21 વર્ષ 336 દિવસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement