શોધખોળ કરો

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 આજે, કોહલીની ટીમ કિવી સામે બદલો લેવાના ઈરાદે નહીં રમે

ન્યૂઝીલેન્ડે ગત વર્ષે ટી20 શ્રેણીમાં ભારતને 2-1થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત શ્રીલંકા પ્રવાસમાં પણ કિવિ ટીમ 2-1થી શ્રેણી જીતી હતી.

નવી દિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ઓકલેન્ડના ઈડન પાર્ક મેદાન પર આજે પ્રથમ ટી20 મેચ રમવા જઈ રહી છે. ભારતનો આ વર્ષનો પ્રથમ વિદેશી પ્રવાસ છે. પરંતુ આ પહેલા તેને ઓસ્ટ્રેલિયા જેવી દુનિયાની મજબૂત ટીને વનડે સીરીઝમાં હરાવી અને સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકાને ઘરેલી સીરીઝમાં હરાવી. પરંતુ વિરાટની સેના માટે ન્યૂઝીલેન્ડ ટીમને હરાવવું સરળ નહીં રહે. ન્યૂઝીલેન્ડની જીમ પર કેપ્ટન તરીકે કોહલી ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. ભારત હાલમાં મુખ્ય ખેલાડીઓની ઈજાથી પરેશાન છે. ઓપનર શિખર ધવન, ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા, બોલર દીપક ચહર અને ભુવનેશ્વર કુમાર ઈજાના કારણે ઘણા સમયથી ટીમની બહાર છે. ઈજામુક્ત થયા બાદ ધવનને ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીમાં સામેલ કરાયો હતો પરંતુ અંતિમ વન-ડેમાં તે ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો. જોકે લોકેશ રાહુલે ધવનની ખોટ સાલવા દીધી ન હતી. ખરાબ પ્રદર્શનના કારણે ટેસ્ટ ટીમમાંથી પડતા મૂકાયા બાદ રાહુલે વન-ડે અને ટી20 ટીમમાં મળેલી તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. બોલિંગની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડીએ વર્લ્ડ કપ 2019 બાદ એક સાથે રમી નથી અને ન્યૂઝીલેન્ડમાં પણ તેઓ સાથે રમે તેવી શક્યતા નથી. ઝડપી બોલિંગ આક્રમણની જવાબદારી જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી પર રહેશે જ્યારે શાર્દૂલ ઠાકુર કે નવદીપ સૈનીમાંથી કોઈ એકને તક મળશે. પ્રથમ ટી20 મેચની પૂર્વસંધ્યાએ કોહલીએ કહ્યું હતું કે અમે બદલો લેવા અંગે વિચારી રહ્યા નથી. જો તમે બદલો લેવા અંગે પણ વિચારશો તો ન્યૂઝીલેન્ડના લોકો એટલા સારા છે કે તમારામાં બદલાની ભાવના આવી જ શકે નહીં. આ ફક્ત મેદાન પર પ્રતિસ્પર્ધા કરવાની વાત છે. આ એ ટીમ છે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઉદાહરણ રજૂ કર્યું છે. વર્લ્ડ કપ ફાઈનલ માટે ન્યૂઝીલેન્ડની ટીમ ક્વોલિફાઈ થઈ હતી ત્યારે અમે ખુશ હતા. જ્યારે તમે હારો છો ત્યારે તમારે બધી બાબતોને ઘણી મોટી રીતે જોવી જોઈએ. ન્યૂઝીલેન્ડે ગત વર્ષે ટી20 શ્રેણીમાં ભારતને 2-1થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત શ્રીલંકા પ્રવાસમાં પણ કિવિ ટીમ 2-1થી શ્રેણી જીતી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી પાંચ મેનચી શ્રેણી 2-2થી ડ્રો રહી હતી. શ્રેષ્ઠ પ્રદર્શન હોવા છતાં ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝીલેન્ડને 3-0થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને કેન વિલિયમ્સનની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉઠ્યા છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડની ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ, મેટ હેન્રી અને લોકી ફર્ગ્યુસન પણ નથી. આ ત્રણેય ખેલાડીઓ ઈજાના કારણે શ્રેણીમાં રમવાના નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget