IND vs NZ WTC Final 2021 Live: વરસાદના કારણે પ્રથમ દિવસની રમત રદ, કાલે થશે ટોસ
લગભગ બે વર્ષના લાંબા સફર બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડ઼િયા અને કેન વિલિયમ્સનના નેતૃત્વમાં ન્યૂઝિલેન્ડની ટીમે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવું છે
LIVE
Background
નવી દિલ્હીઃ ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સાઉથમ્પટનમાં આજે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ રમાશે. લગભગ બે વર્ષના લાંબા સફર બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડ઼િયા અને કેન વિલિયમ્સનના નેતૃત્વમાં ન્યૂઝિલેન્ડની ટીમે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવું છે. ટીમ ઇન્ડિયાએ મેચના એક દિવસ અગાઉ જ પ્લેઇંગ 11 જાહેર કરી દીધી છે. જ્યારે કિવિ ટીમે અત્યાર સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. ફાઇનલ મેચ આજે બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે.
વરસાદના કારણે પ્રથમ દિવસની રમત રદ્દ
પ્રથમ દિવસની રમત રદ
પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કરી શકે
ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દિધી હતી. પરંતુ હવે હવામાન અને પિચને જોઈ તે બદલાવ કરી શકે છે. નિયમો મુજબ કોઈપણ ટીમ ટોસ પહેલા પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કરી શકે છે.
સાઉથેપ્ટનમાં વરસાદ બંધ થયો
સાઉથેપ્ટનમાં વરસાદ બંધ થયો છે. ભારતીય સમય અનુસાર 7.30 વાગ્યે અમ્પાયર ઈંસ્પેક્શન કરશે. હાલ ગ્રાઉન્ડ સ્ટાફ મેદાન પર કામ કરી રહ્યો છે. આ મેદાનમાં ડ્રેનેજ સિસ્ટમ સારી છે. એવામાં હાલ પણ બે સેશનની રમત થઈ શકે છે.
ફાઇનલ ટેસ્ટમાં રિઝર્વ ડે
સાઉથેમ્પ્ટનમાં હાલ વરસાદના કારણે ટેસ્ટનુ પહેલુ સેશન રદ્દ કરી દેવામાં આવ્યુ છે. પરંતુ સારી વાત એ છેકે વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને આઇસીસીએ પહેલાથી જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મહામુકાબલામાં રિઝર્વ ડે રાખી દીધો છે. વરસાદ કે અન્ય કારણોસર પાંચ દિવસમાં રમત પુરી નથી થતી તો છઠ્ઠા દિવસે રમત રમી શકાય છે.