શોધખોળ કરો
વર્લ્ડકપઃ માન્ચેસ્ટરમાં બીજીવાર માત, એક ક્લિકમાં જાણો ભારતે પાકિસ્તાનને ક્યારે-ક્યારે હરાવ્યુ
આઇસીસી વર્લ્ડકપના ઇતિહાસમાં ભારત-પાકિસ્તાનની સાત વાર ટક્કર થઇ, જે તમામ મેચોમાં ભારતીય ટીમ વિજયી બની છે
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની હાઇ વૉલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવીને વર્લ્ડકપમાં અજય રહેવાના લક્ષ્યને આગળ ધપાવ્યુ છે. ભારત અને પાકિસ્તાનનો વર્લ્ડકપમાં અત્યાર સુધી સાત વાર મુકાબલો થયો છે, તમામ મેચો ભારે જીતી લીધી છે. સૌથી ખાસ વાત છે કે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં બીજી વાર ભારતીય ટીમે પાકિસ્તાનને માત આપી છે.
જાણો ભારતે પાકિસ્તાનને વર્લ્ડકપમાં ક્યારે ને ક્યાં-ક્યાં હરાવ્યુ....
- 1992: ભારતે પાકિસ્તાનને 43 રનોથી હરાવ્યુ (ઓસ્ટ્રેલિયાનું સિડની ગ્રાઉન્ડ)
- 1996: ભારતે પાકિસ્તાનને 39 રનોથી હરાવ્યુ (ભારતનું બેગ્લુરુ ગ્રાઉન્ડ)
- 1999: ભારતે પાકિસ્તાનને 47 રનોથી હરાવ્યુ (ઇંગ્લેન્ડનું માન્ચેસ્ટર ગ્રાઉન્ડ)
- 2003: ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યુ (દક્ષિણ આફ્રિકાનું સેન્ચૂરિયન ગ્રાઉન્ડ)
- 2011: ભારતે પાકિસ્તાનને 29 રનોથી હરાવ્યુ (ભારતનુ મોહાલી ગ્રાઉન્ડ)
- 2015: ભારતે પાકિસ્તાનને 76 રનોથી હરાવ્યુ (ઓસ્ટ્રેલિયાનું એડિલેડ ગ્રાઉન્ડ)
7. 2019: ભારતે પાકિસ્તાનને 89 રનોથી હરાવ્યુ (ઇંગ્લેન્ડનું માન્ચેસ્ટર ગ્રાઉન્ડ)
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2019, પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો અને ભારતેને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ભારતે પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 5 વિકટે 336 રનનો જંગ સ્કૉર ખડકી દીધો, જવાબમાં પાકિસ્તાની ટીમ 40 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 212 રન બનાવી શકી. ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે પાકિસ્તાની ભારતથી 89 રન દુર હતુ જેના કારણે ભારતને 89 રનથી જીત મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement