શોધખોળ કરો
Advertisement
INDvSA: ધર્મશાલા પહોંચી બંને ટીમો, ટીમ ઈન્ડિયાએ નેટ પ્રેક્ટિસ કરીને પાડ્યો પરસેવો
ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી 5 મેચની વન ડે શ્રેણીમાં વ્હાઇટ વોશ થયા બાદ ભારતીય ટીમ ઘર આંગણે સાઉથ આફ્રિકા સામે વન ડે શ્રેણી જીતવા માંગશે. ભારતીય ટીમમાં શિખર ધવન, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારની વાપસીથી ટીમને મજબૂતી મળી છે.
નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 12 માર્ચથી ત્રણ વન ડે મેચની સીરિઝનો પ્રારંભ થશે. પ્રથમ વન ડે ધર્મશાલામાં રમાશે. આ માટે બંને ટીમો ત્યાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમે આજે પ્રેક્ટિસ કરી હતી.
ધર્મશાલા પહોંચ્યા બાદ વિરાટ સેનાએ આરામ કરવાના બદલે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી અને પરસેવો પાડ્યો હતો. જ્યારે મહેમાન ટીમે હોટલમાં આરામ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી 5 મેચની વન ડે શ્રેણીમાં વ્હાઇટ વોશ થયા બાદ ભારતીય ટીમ ઘર આંગણે સાઉથ આફ્રિકા સામે વન ડે શ્રેણી જીતવા માંગશે. ભારતીય ટીમમાં શિખર ધવન, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારની વાપસીથી ટીમને મજબૂતી મળી છે.
ઘરઆંગણે ભારતનો સાઉથ આફ્રિકા સામે કેવો છે દેખાવ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ભારતમાં કુલ 6 દ્વીપક્ષીય શ્રેણી રમાઈ છે. જેમાંથી ભારતોનો ચારમાં, દક્ષિણ આફ્રિકાનો એક અને એક સીરિઝ ડ્રો રહી છે. ભારત દક્ષિણ આફ્રિકા સામે 2010માં દ્વીપક્ષીય શ્રેણી જીત્યું હતું. આ પછી ભારતમાં બંને દેશો વચ્ચે 2015માં વન જે શ્રેણી રમાઈ હતી. જેમા આફ્રિકાનો 3-2થી વિજય થયો હતો. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી 10માંથી 8 વન ડેમાં ભારતનો વિજય થયો છે. બંને ટીમો વચ્ચે છેલ્લે 2019ના વર્લ્ડકપમાં ટક્કર થઈ હતી. જેમાં ભારતનો 6 વિકેટથી વિજય થયો હતો.Himachal Pradesh: Indian Cricket team practice ahead of 3-match ODI series against South Africa. The 1st ODI match is scheduled for 12th March in Dharamshala. #IndvsSA pic.twitter.com/MuC79MYyYW
— ANI (@ANI) March 10, 2020
ભારતીય વન ડે ટીમ : શિખર ધવન, પૃથ્વી શૉ, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, મનીષ પાંડે, શ્રૈયસ ઐયર, રિષભ પંત, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, શુભમન ગિલ. અત્યાર સુધી રમાયેલી ભારત-દક્ષિણ આફ્રિકા વન ડે શ્રેણી પર નજરAny better view? 🌞🏟️🗻 #INDvsSA Hello Dharamshala 👋 #TeamIndia pic.twitter.com/FyQDRQ3Vty
— BCCI (@BCCI) March 10, 2020
વર્ષ | વન ડે | યજમાન | કોનો વિજય |
1991 | 03 | ભારત | ભારતનો 2-1થી |
1992 | 07 | દ. આફ્રિકા | દ.આફ્રિકાનો 5-2થી |
1996 | 01 | ભારત | ભારતનો 1-0થી |
2000 | 05 | ભારત | દ.આફ્રિકાનો 3-2થી |
2005 | 04 | ભારત | 2-2થી ડ્રો |
2006 | 04 | દ.આફ્રિકા | દ.આફ્રિકાનો 4-0થી |
2007 | 03 | આયર્લેન્ડ | ભારતનો 2-1થી |
2010 | 03 | ભારત | ભારતનો 2-1થી |
2011 | 05 | દ.આફ્રિકા | દ.આફ્રિકાનો 3-2થી |
2013 | 03 | દ.આફ્રિકા | દ.આફ્રિકાનો 2-0થી |
2015 | 05 | ભારત | દ.આફ્રિકાનો3-2થી |
2018 | 06 | દ.આફ્રિકા | ભારતનો 5-1થી |
#TeamIndia for 3-match ODI series against SA - Shikhar Dhawan, Prithvi Shaw, Virat Kohli (C), KL Rahul, Manish Pandey, Shreyas Iyer, Rishabh Pant, Hardik Pandya, Ravindra Jadeja, Bhuvneshwar Kumar, Yuzvendra Chahal, Jasprit Bumrah, Navdeep Saini, Kuldeep Yadav, Shubman Gill. pic.twitter.com/HD53LRAhoh
— BCCI (@BCCI) March 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion