શોધખોળ કરો
INDvWI: આજે બીજી વન ડે, જાણો ક્યારે કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચોની વનડે સીરિઝની આજે બીજી વનડે વિશાખાપટ્ટનમમાં રમાશે. શ્રેણીમાં ટકી રહેવા કોઈપણ સંજોગોમાં મેચ જીતવી પડશે.

વિશાખાપટ્ટનમઃ વેસ્ટ ઈન્ડિઝ સામે ચેન્નઈમાં પ્રથમ વન ડેમાં હાર બાદ ભારતીય ટીમ સામે બીજી વન ડેમાં વાપસી કરવાનો પડકાર છે. વિશાખાપટ્ટનમના ડો. વાય એસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે બંને ટીમો બીજી વન ડે માટે મેદાનમાં ઉતરશે. પ્રથમ વન ડેમાં શાનદાર બેટિંગ-બોલિંગ દ્વારા વિન્ડિઝે સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે અને હવે તેમની નજર શ્રેણી જીત છે. ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં ટકી રહેવા કોઈપણ સંજોગોમાં મેચ જીતવી પડશે.
કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
ભારતીય સમય પ્રમાણે મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. ટોસ 1.00 કલાકે થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી જોઈ શકાશે. Star Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં તથા Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ હોટ સ્ટારથી જોઈ શકાશે.
વિન્ડિઝ સામે વન ડે સીરિઝ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, કેદાર જાધવ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી, મયંક અગ્રવાલ, શાર્દુલ ઠાકુર.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
