શોધખોળ કરો
બીજી વન-ડેમાં ધોનીનું સ્થાન લઈ શકે છે આ ખેલાડી, ટીમમાં ફેરફારની સંભાવના!
1/3

રિષભ પંતને ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. જોકે તેની વિકેટકિપિંગ ટેકનિકની પણ ટિકા થાય છે. પંતની આ ખામી વધારેમાં વધારે મેચમાં વિકેટકિપિંગ કરવાથી દૂર થશે. વિશાખાપટ્ટનમ વન-ડેમાં ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં પણ ફેરફાર શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે ખલીલ અહમદના સ્થાને ચાઇનામેન બોલર કુલદીપ યાદવને તક મળી શકે છે. વિશાખાપટ્ટનમની પિચ સ્પિનર્સને મદદરુપ છે. જેથી ટીમમાં 3 સ્પિનર્સ રમાડવામાં આવે તેવી સંભાવના છે.
2/3

કહેવાય છે કે, ટીમ ઇન્ડિયામાં રિષભ પંતને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પ્રથમ વનડેમાં પંતે ફીલ્ડિંગ દરમિયાન નબળો જોવા મળ્યો હતો. એવામાં તેને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે અને ધોની ફીલ્ડિંગ કરતો જોવા મળી શકે છે.
Published at : 24 Oct 2018 07:34 AM (IST)
View More




















