ટીમ ઈન્ડિયા તરફથી કોહલીએ સર્વાધિક 107 રન અને શિખર ધવને 35 રન બનાવ્યા હતા. જ્યારે જસપ્રિત બુમરાહે 35 રન આપી સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે 2 અને ભુવનેશ્વર કુમાર, ચહલ અને ખલિલ અહમદે એક-એક વિકેટ ઝડપી હતી.
2/6
પૂણેઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ મેચોની વન-ડે સીરીઝની ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાને 43 રને હારનો સામનો સામનો કરવો પડ્યો છે. આ સાથે શ્રેણી એક-એકથી બરાબરી પર થઈ ગઈ છે. વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ કરતા સીરીઝમાં સતત ત્રીજી સદી ફટકારી 107 રન બનાવી આઉટ થયો હતો.
3/6
કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 283 રન બનાવી ટીમ ઇન્ડિયાને જીત માટે 284 રનનો લક્ષ્યાંક આપ્યો છે. તેના જવાબમાં ટીમ ઈન્ડિયા 47.4 ઓવરમાં 240 રન બનાવી શકી હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી શાઈ હોપે શાનદાર બેટિંગ કરતા 95 રન બનાવ્યા હતા. જ્યારે એશ્લે નર્સ 40 અને હેટમેયર 37 રન બનાવ્યા હતા.
4/6
5/6
આ મેચમાં ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા હતા. ઉમેશ યાદવ, મોહમ્મદ શમ્મી અને જાડેજાના સ્થાન પર ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને ખલીલ અહમદને સ્થાન આપવામાં આવ્યું હતું. તે સિવાય વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં પણ એક ફેરફાર કરાયો હતો. ફેબિયન એલીનને દેવેન્દ્ર બિશૂના સ્થાન પર સામેલ કરાયો હતો. એલીને વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું.
6/6
આ પહેલા પ્રથમ વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો હતો જ્યારે બીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરતા ડ્રો રહી હતી. ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝની જીત સાથે શ્રેણી એક-એકથી બરાબરી પર થઈ ગઈ છે.