શોધખોળ કરો
Advertisement
IND v WI ત્રીજી T 20: ભારતનો 67 રને વિજય, શ્રેણી 2-1થી જીતી
ભારતે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટના નુકસાન પર 240 રન બનાવ્યા હતા. જે ટીમ ઈન્ડિયાનો T20માં ત્રીજા નંબરનો સર્વોચ્ચ સ્કોર છે.
મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20માં ભારતનો 67 રને વિજય થયો હતો. મેચ જીતવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ T20 સીરિઝ 2-1થી જીતી હતી. ભારતે જીતવા આપેલા 241 રનના લક્ષ્યાંક સામે વિન્ડિઝ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 173 રન બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી પોલાર્ડે 39 બોલમાં 68 રન અને હેટમાયરે 24 બોલમાં 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી શમી, ચહર, ભુવનેશ્વર અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. લોકેશ રાહુલને 'મેન ઓફ ધ મેચ' અને વિરાટ કોહલીને 'મેન ઓફ ધ સીરિઝ જાહેર' કરવામાં આવ્યા હતા.
T20માં ટીમ ઈન્ડિયાનો ત્રીજો સર્વોચ્ચ સ્કોર ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 240 રન બનાવ્યા હતા. ભારતીય ઓપનરોએ આક્રમક શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 11.4 ઓવરમાં 135 રન જોડ્યા હતા. રોહિત શર્માએ 34 બોલમાં 71 રન ( છ ફોર અને 5 સિક્સ), લોકેશ રાહુલ 56 બોલમાં 91 રન ( નવ ફોર અને ચાર સિક્સ), વિરાટ કોહલીએ 29 બોલમાં અણનમ 70 રન (ચાર ફોર અને સાત સિક્સ) બનાવ્યા હતા. આ સ્કોર ભારતનો ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ત્રીજો સર્વાધિક સ્કોર છે. ટી-20માં ભારતનો સર્વોચ્ચ સ્કોર 260/5 છે. 2017માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે ઈન્દોરમાં આ સ્કોર બનાવ્યો હતો. જે બાદ 2016માં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે લાઉડરહિલમાં 244/4 સ્કોર બનાવ્યો હતો. જે બીજા નંબરનો સ્કોર છે.#INDvsWI India win the third T20 match by 67 runs against West Indies; win the series 2-1. pic.twitter.com/fd5ISKJxa0
— ANI (@ANI) December 11, 2019
India vs West Indies: સચિન-ગાંગુલી નથી કરી શકયા તે રોહિતે કરી બતાવ્યું, બન્યો ભારતનો પ્રથમ ક્રિકેટર ટીમ ઈન્ડિયામાં બે બદલાવ ભારતીય ટીમમાં જાડેજા અને ચહલના સ્થાને શમી અને કુલદીપનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે તિરુવનંતપુરમમાં રમાયેલી બીજી ટી-20 જીતીને સીરિઝમાં 1-1ની બરાબરી કરી હતી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી20માં કોહલીની આક્રમક બેટિંગના સહારે ભારતે જીત મેળવી હતી.Innings Break!
An absolute run fest here at the Wankhede as #TeamIndia put up a stupendous total of 240/3 on the board, courtesy batting fireworks by Rohit (71), Rahul (91), Kohli (70*).@Paytm #INDvWI pic.twitter.com/O5t0SoWLoS — BCCI (@BCCI) December 11, 2019
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી 16 T-20 રમાઈ છે. આ પૈકી ભારતે 9 મેચ જીતી હતી, જ્યારે 6માં હારનો સામનો કર્યો હતો. એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. બન્ને દેશ વચ્ચે ગત સીરિઝ અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ હતી. જેમાં ભારતે 3-0થી જીત મેળવી હતી.A look at the Playing XI for the two teams for the 3rd T20I.@Paytm #INDvWI pic.twitter.com/Yz9MVU52El
— BCCI (@BCCI) December 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement