શોધખોળ કરો
આજે ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચે અંતિમ ટી20, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
ત્રણ મેચોની ટી 20 સિરીઝની શરૂઆતમાં સતત બે મેચ જીતવાની સાથે જ ટીમ ઇન્ડિયાએ 2-0થી સીરિઝ જીતી લીધી છે. વિરાટ કોહલીએ કહ્યું કે સિરીઝ જીતવી ટીમ માટે સારી વાત છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ આજે વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમવા મેદાને ઉતરશે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ સીરીઝ પર કબ્જો જમાવી દીધો છે. આજની મેચ માત્ર ઔપચારિક બની રહેશે. જોકે, ભારત આજની મેચ જીતીને સીરીઝમાં વિન્ડીઝને વ્હાઇટ વૉશ કરી શકે છે. આજની મેચમાં ટીમ ઇન્ડિયામાં સ્ટાર ખેલાડીઓને આરામ આપીને કોહલી નવા યુવાઓને તક આપી શકે છે. જાણો ક્યાંથી ને કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ... ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી અને અંતિમ ફાઇનલ ટી20 મેચ ગુયાનાના પ્રૉવિડેન્સ સ્ટેડિયમમાં રામશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટી20 મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે.
મેચનું લાઇવ ટેલિકાસ્ટ ભારતમાં સોની પિક્ચર્સ સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકાશે. જો ઓનલાઇન સ્ટ્રીમિંગ જોવા માંગતા હોય તો SonyLIV પરથી જોઇ શકાશે.
નોંધનીય છે કે, ત્રણ મેચોની ટી 20 સિરીઝની શરૂઆતમાં સતત બે મેચ જીતવાની સાથે જ ટીમ ઇન્ડિયાએ 2-0થી સીરિઝ જીતી લીધી છે. વિરાટ કોહલીએ કહ્યું કે સિરીઝ જીતવી ટીમ માટે સારી વાત છે. કારણ કે તેથી અન્ય ખેલાડીઓને રમવાની તક મળશે. ટી 20 સિરીઝની અંતિમ મેચ મંગળવારે પ્રોવિડેન્સમાં રમાશે.
મેચનું લાઇવ ટેલિકાસ્ટ ભારતમાં સોની પિક્ચર્સ સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકાશે. જો ઓનલાઇન સ્ટ્રીમિંગ જોવા માંગતા હોય તો SonyLIV પરથી જોઇ શકાશે.
નોંધનીય છે કે, ત્રણ મેચોની ટી 20 સિરીઝની શરૂઆતમાં સતત બે મેચ જીતવાની સાથે જ ટીમ ઇન્ડિયાએ 2-0થી સીરિઝ જીતી લીધી છે. વિરાટ કોહલીએ કહ્યું કે સિરીઝ જીતવી ટીમ માટે સારી વાત છે. કારણ કે તેથી અન્ય ખેલાડીઓને રમવાની તક મળશે. ટી 20 સિરીઝની અંતિમ મેચ મંગળવારે પ્રોવિડેન્સમાં રમાશે. વધુ વાંચો





















