શોધખોળ કરો
Advertisement
IND v WI: આજથી પ્રથમ ટેસ્ટ, ભારત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની કરશે શરૂઆત
વેસ્ટ ઈન્ઝ સામે આજે ભારતીય ટીમ ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરશે. તેની સાથે જ ભારતનો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની બે ટેસ્ટની શ્રેણી અંતર્ગતનો સૌપ્રથમ મુકાબલો એન્ટિગાના વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાશે.
એન્ટીગુઆઃ વેસ્ટ ઈન્ઝ સામે આજે ભારતીય ટીમ ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરશે. તેની સાથે જ ભારતનો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની બે ટેસ્ટની શ્રેણી અંતર્ગતનો સૌપ્રથમ મુકાબલો એન્ટિગાના વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાશે. હાલમાં આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવતી ભારતીય ક્રિકેટ ટીમ વિન્ડિઝ સામે બે ટેસ્ટની શ્રેણી જીતવા માટે હોટફેવરિટ મનાય છે.
ટેસ્ટ ક્રિકેટના નિષ્ણાત ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે સાત મહિના બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમશે. તેમણે થોડા દિવસ પહેલા વેસ્ટ ઈન્ડિઝ એ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. કેપ્ટન વિરાટ કોહલી બંને બેટ્સમેન પ્રથમ ટેસ્ટમાં પણ આવું જ ફોર્મ જાળવી રાખે તેવી ઈચ્છા રાખશે.
કેપ્ટન કોહલી સહિતના ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો પહેલી વખત ટેસ્ટ ક્રિકેટમાં નંબર અને નામ લખેલી જર્સી પહેરીને રમવા માટે ઉતરશે. વિન્ડિઝની ટીમ પણ ટેસ્ટ ચેમ્પિયનશીપનો સૌપ્રથમ મુકાબલો ખેલવા જઈ રહી છે. હોલ્ડરની કેપ્ટન્સી હેઠળની વિન્ડિઝની ટીમ ઘરઆંગણે સતત બે ટેસ્ટ શ્રેણી જીતી ચૂકી છે અને હવે તેઓ ટોચની ટીમને હરાવીને પોતાનું પ્રભુત્વ સાબિત કરવાનો પ્રયાસ કરશે. ભારતે જાહેર કરેલી ટેસ્ટ ટીમ : કોહલી (કેપ્ટન), અગ્રવાલ, રાહુલ, પુજારા, વિહારી, રહાણે, રોહિત, પંત (વિ.કી.), કુલદીપ, અશ્વિન, જાડેજા, ઈશાંત, શમી, બુમરાહ, ઉમેશ, બી.કુમાર, સહા (વિ.કી.) વિન્ડિઝની ટેસ્ટ ટીમઃ : હોલ્ડર, કે.બ્રાથવેઈટ, ડેરૈન બ્રાવો, બૂ્રક્સ, કેમ્પબેલ, રોસ્ટન ચેઝ, કોર્નવેલ, ડોવરિચ, ગેબ્રિયલ, હેતમાયેર, શાઈ હોપ, કીમો પોલ અને ક્રેમેર રોચ. કોહલી, બુમરાહે બતાવ્યા સિક્સ પેક, રોહિત અને પંતે ફાંદ છુપાવવા શું કર્યું, જાણો વિગત વેસ્ટ ઈન્ડિઝમાં બીચ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીર થઈ વાયરલ 27 કલાકથી ક્યાં ગુમ હતા ચિદમ્બરમ, પ્રેસ કોન્ફરન્સમાં ખુદ કર્યો ખુલાસોGetting Test match ready ????????. Prep done & let the games begin ????????#TeamIndia #WIvIND pic.twitter.com/2Pyno2f0vu
— BCCI (@BCCI) August 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement