હૈદરાબાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે 4 વિકેટ ગુમાવીને 308 રન બનાવી લીધા છે. વેસ્ટ ઈન્ડિઝના સ્કોરથી ટીમ ઈન્ડિયા 3 રન જ પાછળ છે. અજિંક્ય રહાણે 75 અને રિષભ પંત 85 રને મેદાનમાં છે. પાંચમી વિકેટ માટે આ બંને 146 રનની ભાગીદારી કરી ચુક્યા છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન હોલ્ડરને 2 સફળતા મળી હતી. ભારતે 61 રનના સ્કોર પર રાહુલની પ્રથમ વિકેટ ગુમાવી હતી. 98 રન પર સ્કોર પહોંચ્યો ત્યારે પૃથ્વી શો 70 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ ચેતેશ્વર પૂજારા પણ 10 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન કોહલી 45 રને આઉટ થતાં ભારતે 162નના રન પર ચોથી વિકેટ ગુમાવી હતી.
2/4
ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે અંતિમ ટેસ્ટ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સીરીઝની અંતિમ ટેસ્ટના બીજા દિવસે વેસ્ટઈન્ડિઝની ટીમ પહેલી ઇનિંગમાં 311 રનમાં ઓલઆઉટ થઈ હતી. ચેઝે 106 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. આ પહેલા મેચના પ્રથમ દિવસે વેસ્ટઈન્ડિઝે સાત વિકેટ ગુમાવીને 295 રન બનાવ્યાં હતા.
3/4
બે ટેસ્ટ મેચની સીરીઝમાં ભારત હાલ 1-0થી આગળ છે.
4/4
એક સમયે માત્ર 113 રન પર વેસ્ટઈન્ડિઝની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. ત્યારે લાગી રહ્યું હતું કે વેસ્ટઈન્ડિઝની ટીમ 200 રન અંદર ઓલઆઉટ થઈ જશે, પરંતુ રોસ્ટને સારી ઈનિંગ રમી રમત સંભાળી લીધી હતી.