શોધખોળ કરો
Advertisement
IND v WI: પ્રથમ વન ડેમાં આ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો વિગત
યજમાન વેસ્ટ ઇન્ડિઝનો ટી-20 શ્રેણીમાં 3-0થી વ્હાઇટ વોશ બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર આજથી શરૂ થઈ રહેલી વન ડે શ્રેણી છે. પ્રથમ વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકે ગુયાનામાં રમાશે.
નવી દિલ્હીઃ યજમાન વેસ્ટ ઇન્ડિઝનો ટી-20 શ્રેણીમાં 3-0થી વ્હાઇટ વોશ બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર આજથી શરૂ થઈ રહેલી વન ડે શ્રેણી છે. પ્રથમ વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકે ગુયાનામાં રમાશે. વર્લ્ડકપની ઈજામાંથી મુક્ત થયા બાદ શિખર ધવનનું ટીમમાં પુનરાગન થયા બાદ રોહિત શર્મા સાથે તે ઓપનિંગમાં આવશે નક્કી છે.
ત્રીજા નંબરે વિરાટ કોહલી રમશે. જોકે ટીમ ઈન્ડિયા માટે માથાનો દુઃખાવો સવાલ ચોથા નંબરને લઈને છે. નંબર 4 માટે લોકેશ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ ઐયર અને રિષભ પંત દાવેદાર છે. વર્લ્ડકપમાં પણ ટીમ ઈન્ડિયાએ 4 નંબર પર ત્રણથી ચાર બેટ્સમેન અજમાવ્યા હતા, પરંતુ કોઈ પણ બેટ્સમેન પ્રભાવ પાડી શક્યા નહોતા. નંબર 5 ઉપર મનીષ પાંડેને તક મળી શકે છે. જ્યારે 6 નંબરે કેદાર જાધવ કે શ્રેયસ ઐયરમાંથી કોઇ એક રમશે.
નંબર 7 ઉપર ઓલરાઉન્ડર જાડેજા બેટિંગ કરી શકે છે. બોલિંગની વાત કરવામાં આવે તો ભુવનેશ્વર કુમારને આરામ આપી નવદીપ સૈનીને વન-ડે ડેબ્યૂની તક આપવામાં આવી શકે છે. ચહલ અને કુલદી યાદવના રુપમાં બે સ્પિનર પણ ટીમમાં સામેલ થઈ શકે છે. મોહમ્મદ શમીને પણ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.
આવી હોઈ શકે સંભવિત ટીમ ઈન્ડિયાઃ - રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, રિષભ પંત, મનીષ પાંડે, કેદાર જાધવ/શ્રેયસ ઐયર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ શમી
રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગત
આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
370થી પાકિસ્તાન આઘાતમાં, ભારત સાથે વેપાર બાદ એરસ્પેસ કરી બંધ, એરલાઇન્સે બદલ્યા રૂટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion