શોધખોળ કરો
Advertisement
બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની ખરાબ શરૂઆત, ટીમ ઇન્ડિયાના બે વિકેટના નુકસાન પર 98 રન
આ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ કોઇ ફેરફાર કર્યો નથી
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ ગઇ છે. વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ભારત વિરુદ્ધ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 35.3 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 98 રન બનાવ્યા હતા. ઓપનર લોકેશ રાહુલ 13 રન બનાવી હોલ્ડરનો શિકાર બન્યો હતો. પૂજારાનું પ્રદર્શન પણ ખરાબ રહ્યુ હતુ અને તે પણ ફક્ત છ રન બનાવી પેલેવિયન ભેગો થયો હતો.
આ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ કોઇ ફેરફાર કર્યો નથી. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ તરફથી રહકીમ કોર્નવોલે ડેબ્યૂ કર્યું છે. તે સિવાય હેમિલ્ટનને પણ તક અપાઇ છે. શાઇ હોપ અને મિગ્યૂએલ કમિન્સને બહાર કરી દેવાયા છે.ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટ મેચ જીતીને વ્હાઇટવોશ કરવા માંગશે જ્યારે વેસ્ટ ઇન્ડિઝ આજની મેચ જીતીને સીરિઝ ડ્રો કરવા માંગશે.. ટીમ ઇન્ડિયા પ્રથમ ટેસ્ટ મેચ જીતીને સીરિઝમાં 1-0થી આગળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement