શોધખોળ કરો

ભારતે વેસ્ટ ઇન્ડિઝનો કર્યો વ્હાઇટવોશ, હૈદરાબાદ ટેસ્ટમાં 10 વિકેટે ભવ્ય વિજય

હૈદરાબાદઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો 10 વિકેટે વિજય થયો હતો. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાએ જીતવા માટે મળેલા 72 રનના ટાર્ગેટને વિના વિકેટે હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે બે ટેસ્ટ મેચની સીરિઝ 2-0થી જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 75 રન બનાવ્યા હતા. પૃથ્વી શો () અને લોકેશ રાહુલ (33) રને અણનમ રહ્યા હતા. બીજી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ફક્ત 127 રનમાં  ઓલઆઉટ થઇ ગઇ હતી.   ભારતે પ્રથમ ઈનિંગમાં 70 રનની લીડ લીધા બાદ વેસ્ટ ઈન્ડિઝે બીજી ઈનિંગમાં 127 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી.  ભારત તરફથી ઉમેશ યાદવે ચાર  અને જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. તથા અશ્વિને બે અને કુલદીપને 1 સફળતા મળી છે.  વેસ્ટ ઇન્ડિઝ તરફથી એમ્બ્રિસે સૌથી વધુ 38 રન ફટકાર્યા હતા. આ પહેલા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના સ્કોરને ચેઝ કરતા 367 રન પર ઓલ આઉટ થઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાને 56 રનની લીડ મળી છે. ત્રીજા દિવસની મેચની શરૂઆતમાં જ ઋષભ પંત અને જાડેજાની વિકેટ ગઈ હતી. પંત 92 રને આઉટ થતા સદીથી ચુક્યો હતો. ત્યાર બાદ  કુલદીપ યાદવ 6 રન બનાવી આઉટ થયો હતો. ઉમેશ યાદવ  3 રને અને અશ્વિન 35 રન નોંધાવી આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે 5 વિકેટ ઝડપી હતી જ્યારે શેનન ગ્રેબિએલે 3 વિકેટ ઝડપી હતી. આ પહેલા ભારતે બીજા દિવસના અંતે 4 વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા હતા. ભારત તરફથી પૃથ્વી શો 70 રન, રહાણે 80, વિરાટ કોહલીએ 45 રન બનાવી આઉટ થયા હતા. ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે અંતિમ ટેસ્ટ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સીરીઝની અંતિમ ટેસ્ટના બીજા દિવસે વેસ્ટઈન્ડિઝની ટીમ પહેલી ઇનિંગમાં 311 રનમાં ઓલઆઉટ થઈ હતી. ચેઝે 106 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. આ પહેલા મેચના પ્રથમ દિવસે વેસ્ટઈન્ડિઝે સાત વિકેટ ગુમાવીને 295 રન બનાવ્યાં હતા. એક સમયે માત્ર 113 રન પર વેસ્ટઈન્ડિઝની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. ત્યારે લાગી રહ્યું હતું કે વેસ્ટઈન્ડિઝની ટીમ 200 રન અંદર ઓલઆઉટ થઈ જશે, પરંતુ રોસ્ટને સારી ઈનિંગ રમી રમત સંભાળી લીધી હતી. બે ટેસ્ટ મેચની સીરીઝમાં ભારત હાલ 1-0થી આગળ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો
Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો
Embed widget