CWG 2022: ભારતે અત્યાર સુધી જીત્યા 4 મેડલ, જાણો નંબર-1 વનની પૉઝિશન પર કોણ છે, આ રહ્યું Medal Table........
બર્મિંઘમમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) નો પ્રારંભ થયાને બે દિવસ વીતી ચૂક્યા છે. અત્યાર સુધી કુલ 39 ગૉલ્ડ મેડલનો ફેંસલો થઇ ચૂક્યો છે.
Commonwealth Games 2022 Medal Tally: બર્મિંઘમમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) નો પ્રારંભ થયાને બે દિવસ વીતી ચૂક્યા છે. અત્યાર સુધી કુલ 39 ગૉલ્ડ મેડલનો ફેંસલો થઇ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા (Australia) હાલમાં 13 ગૉલ્ડ મેડલ સાથે પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે. તેને પહેલા જ દિવસે 8 ગૉલ્ડ સહિત 16 મેડલ જીત્યા હતા, બીજા દિવસે પણ ઓસ્ટ્રેલિયન ટીમે 5 ગૉલ્ડ સહિત 16 મેડલ જીત્યા. બીજા દિવસ ભારતે પણ વેઇટલિફ્ટિંગમાં 1 ગૉલ્ડ સહિત 4 મેડલ જીતીને ટૉપ-10માં એન્ટ્રી મારી લીધી છે.
મેડલ ટેબલમાં બીજા નંબર પર ન્યૂઝીલેન્ડ છે, જે અત્યાર સુધી 7 ગૉલ્ડ જીતી ચૂક્યુ છે. યજમાન ઇંગ્લેન્ડ અહીં ત્રીજા નંબર પર છે. ઇંગ્લેન્ડના ભાગમાં 5 ગૉલ્ડ મેડલ આવ્યા છે. 72 દેશોમાં અત્યાર સુધી કુલ 20 દેશોએ મેડલ જીત્યા છે. ટૉપ-10માં કયા કયા દેશો સામેલ છે અહીં જુઓ મેડલ ટેલી.........
કૉમનવેલ્થ ગેમ્સ 2022 મેડલ ટેલી -
નંબર | દેશ | ગૉલ્ડ | સિલ્વર | બ્રૉન્ઝ | ટૉટલ |
1 | ઓસ્ટ્રેલિયા | 13 | 8 | 11 | 32 |
2 | ન્યૂુઝીલેન્ડ | 7 | 4 | 2 | 13 |
3 | ઇંગ્લેન્ડ | 5 | 12 | 4 | 21 |
4 | કેનેડા | 3 | 3 | 5 | 11 |
5 | સ્કૉટલેન્ડ | 2 | 4 | 6 | 12 |
6 | મલેશિયા | 2 | 0 | 1 | 3 |
7 | દક્ષિણ આફ્રિકા | 2 | 0 | 0 | 2 |
8 | ભારત | 1 | 2 | 1 | 4 |
9 | બરમૂડા | 1 | 0 | 0 | 1 |
10 | નાઇઝિરિયા | 1 | 0 | 0 | 1 |
આ પણ વાંચો........
RBI Tokenization Rule: ઑનલાઈન બેંકિંગ ફ્રોડ રોકવા RBI એ ઉઠાવ્યું આ પગલું, જાણો શું છે નિયમ
Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ
India Covid-19 Update: ભારતમાં કોરોના કાબુમાં હોવા છતાં જુલાઈ મહિનામાં નોંધાયા 5.35 લાખથી વધુ કેસ