(Source: ECI/ABP News/ABP Majha)
Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ
Shrawan 2022 Mantra: શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનો ભગવાન ભોલેનાથનો પ્રિય મહિનો માનવામાં આવે છે.
Shrawan 2022 Mantra : શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનો ભગવાન ભોલેનાથનો પ્રિય મહિનો માનવામાં આવે છે. શિવભક્તો આખું વર્ષ આ મહિનાની રાહ જોતા હોય છે. શ્રાવણના સોમવારમાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ મંત્રોનો શ્રાવણમાં જાપ કરવો શુભ માનવામાં આવે છે. આવો જાણીએ શિવ મંત્ર
મહામૃત્યુંજય મંત્રઃ ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥
શિવ ગાયત્રી મંત્રઃ ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्।
શિવ તારક મંત્રઃ ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे।
શિવજીનો શક્તિશાળી મંત્રઃ नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे. सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नम:
પૂજા પહેલા શિવજીને પ્રસન્ન કરવાનો મંત્રઃ नम: शम्भवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च।। ईशानः सर्वविध्यानामीश्वरः सर्वभूतानां ब्रम्हाधिपतिमहिर्बम्हणोधपतिर्बम्हा शिवो मे अस्तु सदाशिवोम।।
ભોળાનાથની પૂજામાં ભૂલથી પણ શિવલિંગ પર ન ચઢાવો આ ચીજો, શિવજી થઈ જશે નારાજ
ભગવાન ભોલેનાથને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે જો તમે સાચા દિલથી ભોળાનાથની પૂજા કરો છો તો દરેક દુ:ખ દૂર થઈ જાય છે. શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિ ભગવાન શિવને પ્રસન્ન કરવામાં વ્યસ્ત હોય છે. આવી સ્થિતિમાં લોકો પૂજા દરમિયાન શિવલિંગ પર ઘણી વસ્તુઓ ચઢાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જે શિવલિંગ પર ન ચઢાવવી જોઈએ, કારણ કે તેનાથી શિવ ક્રોધિત થાય છે. એવું માનવામાં આવે છે કે જે રીતે શિવ પ્રસન્ન થાય છે, તે જ ગતિથી તેઓ ક્રોધિત પણ થાય છે. તેથી ભગવાન શિવની પૂજામાં શિવલિંગ પર આ વસ્તુઓ ન ચઢાવો. આવો જાણીએ શિવલિંગ પર કઈ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ.
શંખ: શિવની આરાધના દરમિયાન ક્યારેય પણ શંખને પોતાની પાસે ન રાખવો અથવા તેને ફૂંકવો નહીં. વાસ્તવમાં શિવે શંખચૂડ નામના રાક્ષસને ત્રિશૂળ વડે માર્યો હતો અને તેની રાખમાંથી શંખનો જન્મ થયો હતો. એક કારણ એ પણ માનવામાં આવે છે કે શિવ હંમેશા તપસ્યામાં લીન રહે છે. તેથી જ મહાદેવને શંખનો અવાજ ગમતો નથી.
તુલસીના પાન: શંકરને તુલસીના પાન પણ ક્યારેય ન ચઢાવો. તેની પાછળની કથા એવી છે કે તેમણે તુલસીના પતિ જલંધરની હત્યા કરી હતી, જેના કારણે તુલસી માતા ક્રોધિત થઈ ગયા અને તેમને શ્રાપ આપ્યો કે જે પણ શિવભક્ત તુલસીને પૂજાની થાળીમાં રાખશે તેને મારું દુઃખ ભોગવવું પડશે. તેથી શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.
કેતકીના ફૂલો: શિવને ક્યારેય કેતકીના ફૂલ ન ચઢાવો. કહેવાય છે કે એક વખત બ્રહ્માજીએ શિવને જૂઠું બોલ્યું અને આવી સ્થિતિમાં દેવી કેતકીએ તેમનો સાથ આપ્યો, જેના કારણે શિવ ગુસ્સે થયા અને કેતકીને શ્રાપ આપ્યો કે તારું ફૂલ મને ક્યારેય અર્પણ કરવામાં આવશે નહીં.
કાળા તલ: ભગવાન શિવની પૂજામાં કાળા તલ ન ચઢાવો. એવું માનવામાં આવે છે કે તલ કે તલ જેવી વસ્તુ ભગવાન વિષ્ણુની મલિનતામાંથી ઉત્પન્ન થઈ છે. આ કારણથી ભોલેનાથને તલ ચઢાવવામાં આવતા નથી.
હળદર: હળદરને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ શિવની પૂજામાં હળદર ન ચઢાવો, કારણ કે ભગવાન ભોલેનાથ વૈરાગી છે અને તેમને કોઈપણ શણગાર પસંદ નથી.
સિંદૂર: ભગવાન ભોલેનાથની પૂજામાં સિંદૂર અને કુમકુમ ન રાખો. આમ કરવાથી નુકસાન થાય છે અને ભગવાન ભોલેનાથ ક્રોધિત થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.