Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીનું શાનદર પર્ફોમ્સ, જાણો કેટલા મેડલ જિત્યા
Asian Games 2023: છઠ્ઠા દિવસના અંત સુધીમાં ભારતે એશિયન ગેમ્સમાં કુલ 33 મેડલ જીત્યા છે. જેમાં 8 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાને 7મા દિવસે પણ મેડલની આશા છે.
![Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીનું શાનદર પર્ફોમ્સ, જાણો કેટલા મેડલ જિત્યા Indian athletes brilliant performances in Asian Games, know how many medals won Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીનું શાનદર પર્ફોમ્સ, જાણો કેટલા મેડલ જિત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/30/b2864e7265ec7cc08c3ce1f0cdbb7aab169604613087081_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Asian Games 2023: છઠ્ઠા દિવસના અંત સુધીમાં ભારતે એશિયન ગેમ્સમાં કુલ 33 મેડલ જીત્યા છે. જેમાં 8 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાને 7મા દિવસે પણ મેડલની આશા છે.
એશિયન ગેમ્સ 2023ના છઠ્ઠા દિવસના અંત સુધી ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતીય ખેલાડીઓએ કુલ 33 મેડલ જીત્યા છે. ટીમ ઈન્ડિયાને 8 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. હવે સાતમા દિવસે પણ ભારત મેડલની આશા રાખશે. શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાશે. બેડમિન્ટનની સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સાથે થશે. આ મેચ બપોરે રમાશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટેનિસમાં પણ કોર્ટમાં ઉતરશે.
શનિવારે તમામની નજર ભારતીય ખેલાડીઓ પર રહેશે. ભારતના મુરલી શ્રીશંકર અને જેસવિન એલ્ડ્રિન લાંબી કૂદ માટે મેદાનમાં ઉતરશે. મહિલા હર્ડલ્સમાં જ્યોતિ યારાજી અને નિત્યા રામરાજ પાસેથી આશા રહેશે. જ્યારે મોહમ્મદ અજમલ 400 મીટરની ફાઈનલ મેચ માટે ટ્રેક પર રહેશે. કાર્તિક કુમાર અને કુલવીર સિંહ 10,000 મીટરની ફાઈનલમાં ટકરાશે.
ટીમ ઈન્ડિયાની સ્ટાર એથલીટ મીરાબાઈ ચાનૂ પણ શનિવારે તેની મેચમાં ભાગ લેશે. ચાનુ 49 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં પોતાની તાકાત બતાવશે. બિંદિયારાની દેવી 55 કિગ્રા વર્ગ માટે સ્પર્ધા કરશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઐશ્વર્યા તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવારે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિવ્યકીર્તિ સિંઘ, હૃદય વિપુલ છેડ, અનુષ અગ્રવાલા અને સુદીપ્તિ હજેલાએ ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં ઘોડેસવારીમાં ગોલ્ડ જીત્યો હતો. મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાને શૂટિંગની 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. સિફ્ટ કૌર સમરાએ મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ગોલ્ડ જીત્યો હતો.
ટીમ ઈન્ડિયા માટે અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ)માં ગોલ્ડ જીત્યો હતો. પલક ગુલિયાએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ)માં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે ભારતે શૂટિંગ અને રોઇંગ સહિતની ઘણી રમતોમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
આ પણ વાંચો
Rain Forecast:રાજ્યમાં આજે આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)