શોધખોળ કરો
Advertisement
IPL પ્લેઓફ મેચના સમયમાં થયો ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સી IANSને જાણકારી આપતા કહ્યું હતું કે આઈપીએલ પ્લેઓફમાં સમયમાં ફેરફાર કરવાનું મુખ્ય કારણ ઝાકળ છે.
નવી દિલ્હીઃ આઈપીએલની મેચનો સમય અડધી રાતથી આગળ જતો અટકાવવા માટે તમામ ચાર પ્લેઓફ મેચ અડધી કલાક વહેલા શરૂ થશે. આઈપીએલ લીગ મેચ સામાન્ય રીતે આઠ કલાકે શરૂ થાય છે, પરંતુ પ્લેઓફ મેચ અડધી રાતથી આગળ જતા રોકવા માટે બીસીસીઆઇએ પ્લેઓફ મેચ સાડા સાત કલાકે શરૂ કરવાનો નિર્ણય કર્યો અને ટોસ સાત કલાકે થશે.
બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સી IANSને જાણકારી આપતા કહ્યું હતું કે આઈપીએલ પ્લેઓફમાં સમયમાં ફેરફાર કરવાનું મુખ્ય કારણ ઝાકળ છે. સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે પહેલા જ પ્લેઓફની મેચોનો સમય આગળ કરવાની વાત કરી હતી.
અધિકારીના મતે પ્લેઓફની મેચો દક્ષિણ ભારતમાં થવાની છે. જ્યાં ઝાકળ એક મોટો મુદ્દો હોય છે. તમે જોયું હશે કે પ્લેઓફ પછી એવોર્ડ વિતરણ સમારોહ ઘણો લાંબો હોય છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને મેચો સમય થોડો આગળ કરવાનો નિર્ણય કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement