વેસ્ટ ઈન્ડિઝ તરફથી સાઈ હોપને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કોહલીની સદી પણ ભારતને જીતાડી શકી નહોતી.
2/5
કોહલીએ વિશાખાપટ્ટનમમાં 157 રનની અણનમ ઈનિંગ રમી હતી.
3/5
કોહલીએ મેચ દરમિયાન 10,000 રન પૂરા કર્યા હતા. મને મારી ઇનિંગ દરમિયાન 10,000 રનની સિદ્ધિ હાંસલ કરવાનો ગર્વ છે. મેચ પહેલા મેં આવું કંઈ થશે તે અંગે વિચાર્યુ પણ નહોતું.
4/5
કોહલીએ કહ્યું, મેં મેચનો પૂરો આનંદ ઉઠાવ્યો. વેસ્ટ ઈન્ડિઝે જે રીતે બેટિંગ કરી તે પ્રમાણે તેઓ મેચ ટાઇ કરવાના હકદાર હતા. મેચ અમારા માટે પડકારજનક હતી. જ્યારે રન રેટ છની અંદર આવી ગયો હતો ત્યારે મેં વિચાર્યું કે તેઓ મજબૂત સ્થિતિમાં છે. પરંતુ અમારા બોલરોએ અંતિમ ઓવરોમાં સારી બોલિંગ કરી અને મેચ ટાઇ કરાવવામાં સફળ રહ્યા.
5/5
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચ છેલ્લા બોલ પર ટાઇ પડ્યા બાદ કેરેબિયન ટીમની ખૂબ પ્રશંસા કરી હતી. કોહલીએ મેચ બાદ કહ્યું કે, આ એક સારી મેચ હતી. સારું ક્રિકેટ રમવા બદલ વેસ્ટ ઈન્ડિઝને અભિનંદન આપવા જોઈએ. બીજી ઈનિંગમાં તેમણે ત્રણ વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. બાદમાં હેટમેર અને હોપે મેચ બનાવી હતી.