નવી દિલ્હીઃ એક બાજુ જ્યાં યૂએપીમાં એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ ગયો તો બીજી બાજુ યૂએઈમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજો એક ખાસ મેચ રમવામાં આવ્યો હતો જેની કોઈ ખાસ ચર્ચા ન થઈ. આ મેચ હતો વ્હીલચેર ક્રિકેટ મેચનો. ભારત અને પાકિસ્તાની વ્હીલચેર ક્રિકેટ ટીમોની વચ્ચે ફ્રેન્ડશિપ કપ (ટી20)નો મેચ ભારતે પોતાના નામે કર્યો છે. ભારતે ટૂર્નામેન્ટના આ પ્રથમ મેચમાં 89 રને જીત મેળવી હતી.
2/3
બીજી બાજુ સાંજે એશિયા કપમાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલનો બદલો લીધો. આ રીતે એક જ દિવસમાં ભારતે પાકિસ્તાનને બે જગ્યાએ હરાવ્યું.
3/3
યૂએઈમાં આયોજિત આ ટૂર્નામેન્ટમા પ્રથમ મેચમાં ભારતીય વ્હીલચેર ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ પર 181 રન બનાવ્યા હતા. જ્યારે જવાબમાં પાકિસ્તાની વ્હીલચેર ટીમે બેટિંગ કરતાં 16 ઓવરમાં 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.