ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન એમી સેટર્થવેઇટે સર્વાધિક 71 રન (87) બનાવ્યા હતા. ભારત તરફથી ઝૂલન ગોસ્વામીએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે એકતા બિષ્ટ, દિપ્તી યાદવ, પૂનમ યાદવને 2-2 વિકેટ મળી હતી.
2/4
ભારતે આઇસીસી ચેમ્પિયનશિપ અંતર્ગત રમાયેલી આ મેચમાં 35.2 ઓવરમાં બે વિકેટના નુકશાને 166 રન બનાવીને સીરીઝ પોતાના નામે કરી લીધી હતી.
3/4
ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરતાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 44.2 ઓવરમાં 161 રનના સ્કૉર પર ઓલઆઉટ કરી દીધુ હતું. ત્યારબાદ ‘પ્લેયર ઓફ ધ મેચ’ મંધાના (90 અણનમ) અને કેપ્ટન મિતાલી રાજ (63 અણનમ) ત્રીજી વિકેટે 151 રનની જબરદસ્ત ઇનિંગ રમીને ટીમ જીત અપાવી હતી. મંધાનાનું છેલ્લી 10 વનડેમાં આ 8મું અર્ધશતક છે.
4/4
નવી દિલ્હીઃ બૉલરોના તરખાટ બાદ ઓપનર સ્મૃતિ મંધાનાની શાનદાર બેટિંગના સહારે ભારતીય મહિલા ટીમે બીજી વનડે મેચમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટ માત આપી છે, આ સાથે જ ભારતે ન્યૂઝીલેન્ડમાં 3 મેચોની સીરીઝને 2-1થી જીતી લીધી છે.