નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વન ડે શ્રેણીમાં 2-1ની ઐતિહાસિક જીતનું ફળ ટીમ ઈન્ડિયાના પસંદગીકર્તાઓને પણ મળ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળારે સીનિયર પસંદગીકર્તા સમિતિના સભ્યોને 20 લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ જીતવા બદલ આ ઈનામ આપવામાં આવશે.
2/3
BCCIએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, પસંદગી સમિતિમાં સામેલ પાંચ સભ્યોને બોનસ તરીકે 20 લાખ રૂપિયા આપવામાં આવશે. પસંદગી સમિતિમાં એમએસકે પ્રસાદ, દેવાંગ ગાંધી, જતિન પરાંજપે, ગગન ખોડા અને સરનદીપ સિંહ સામેલ છે.
3/3
સીઓએના અધ્યક્ષ વિનોદરાયે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને વન ડે શ્રેણી માટે સંતુલિત ટીમ પસંદ કરવા માટે પસંદગીકર્તાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં જે રીતે પ્રદર્શન કર્યું છે તેના પર અમને ગર્વ છે. અમે ક્રિકેટર્સ અને સપોર્ટ સ્ટાફ માટે પહેલા જ રોકડ ઈનામની જાહેરાત કરી હતી અને હવે પસંદગીકર્તાને ઈનામ આપી રહ્યા છીએ.