શોધખોળ કરો
Advertisement
INDvAUS: કપિલ દેવ – સચિન તેંડુલકરની ક્લબમાં સામેલ થયો જાડેજા, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
નવી દિલ્હીઃ નાગપુરમાં રમાયેલી બીજી વન ડેમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયા 48.2 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 116 રનની ઈનિંગ રમી હતી. જ્યારે સૌરાષ્ટ્રના સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 21 રનની ઉપયોગી ઈનિંગ રમવાની સાથે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો.
આ ઇનિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજા કપિલ દેવ અને સચિન તેંડુલકરની ક્લબમાં સામેલ થઈ ગયો હતો. આ ત્રણેય ઓલરાઉન્ડર વન ડેમાં 2000 કે તેથી વધુ અને 150થી વધુ વિકેટ લેનારા ભારતીય ક્રિકેટરો છે. વાંચોઃ INDvAUS: રોહિત શર્માએ બનાવ્યો અણગમતો રેકોર્ડ, જાણો વિગતે કપિલ દેવે 225 વન ડેમાં 3782 રન બનાવવાની સાથે 253 વિકેટ લીધી છે. જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 463 વન ડેમાં 18,426 રન ફટકારવાની સાથે 154 વિકેટ લીધી છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 149 વન ડેમાં 2011 રન 171 વિકેટ ખેરવી છે. અમદાવાદઃ ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા માટેની તૈયારી પૂર્ણ, જુઓ વીડિયો PM મોદીએ અન્નપૂર્ણા ધામના કાર્યક્રમમાં પ્રસાદ રૂપે શું આપવાની કરી અપીલ? જુઓ વીડિયોIndia vs Australia, 2nd ODI: India all out for 250 (Kohli 116) in 48.2 overs at Vidarbha Cricket Association Stadium, Nagpur. #INDvAUS pic.twitter.com/xfvmopCZGe
— ANI (@ANI) March 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement