પંતની આ સદી ભારતીય વિકેટકિપર બેટ્સમેન દ્વારા એશિયાની બહાર ફટકારવામાં આવેલી ચોથી સદી છે. આ પહેલાં વિજય માંજરેકર 1959માં વેસ્ટ ઈન્ડિઝમાં, અજય રાત્રા 2002માં વેસ્ટ ઈન્ડિઝમાં અને રિદ્ધિમાન સાહા 2016માં વેસ્ટ ઈન્ડિઝમાં સદી ફટકારી શક્યા હતા.
2/4
પંત ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સદી ફટકારનારો પ્રથમ ભારતીટ વિકેટકિપર બેટ્સમન પણ બની ગયો છે. ચોથી ઈનિંગમાં સદી ફટકારવાની સાથે તેણે ધોનીને પાછળ રાખીને ચોથી ઇનિંગમાં સૌથી વધારે રન બનાવનારો ભારતીય વિકેટકિપર બેટ્સમેન પણ બની ગયો છે. વર્ષ 2007માં ધોનીએ લોર્ડસના મેદાન પર 76 રનની ઈનિંગ રમી હતી. જે ટેસ્ટ મેચની ચોથી ઈનિંગમાં કોઈ ભારતીય વિકેટકિપર બેટ્સમેન દ્વારા રમવામાં આવેલી સૌથી મોટી ઈનિંગ હતી.
3/4
ઓવલઃ ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટમાં અંતિમ દિવસે ભારતીય વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતે ટેસ્ટ કરિયરની પ્રથમ સદી લગાવી હતી. 117 બોલમાં સદી ફટકારનારા પંત સૌથી નાની ઉંમરે ડેબ્યૂ સદી લગાવનારો બીજો ભારતીય વિકેટકિપર બની ગયો છે. પંત પહેલા પૂર્વ વિકેટકિપર અજય રાત્રા આ રેકોર્ડ બનાવી ચુક્યો છે. પંત 114 રન બનાવી આઉટ થયો હતો.
4/4
74મી ઓવરમાં આદિલ રશિદના પાંચમા બોલ પર સિક્સ મારીને પંતે સદી પુરી કરી હતી. આ સાથે જ પંત સિક્સ મારીને ડેબૂય સદી ફટકારનારો ચોથો ભારતીય બની ગયો છે. આ પહેલા દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવ 1978-79માં વેસ્ટઈન્ડિઝ સામે દિલ્હીમાં, ઈરફાન પઠાણ 2007-08માં પાકિસ્તાન સામે બેંગલુરુમાં, હરભજન સિંહે 2010-11માં ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદમાં આ સિદ્ધી મેળવી હતી.