શોધખોળ કરો
Advertisement
INDvNZ સેમિ ફાઈનલઃ વરસાદના કારણે મેચ 20 ઓવરની થાય તો ટીમ ઈન્ડિયાને કેટલા રનનો ટાર્ગેટ મળે, જાણો વિગતે
ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન 46.1 ઓવર થઈ ત્યારે મેચમાં વરસાદ આવતા અટકાવી પડી હતી. જો વરસાદ વધારે પડે અને ન્યૂઝીલેન્ડની ટીમ ફરી બેટિંગમાં ન આવે તો ભારતને ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે ટાર્ગેટ મળી શકે છે.
માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019માં આજે પ્રથમ સેમિ ફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન 46.1 ઓવર થઈ ત્યારે મેચમાં વરસાદ આવતા અટકાવી પડી હતી. જો વરસાદ વધારે પડે અને ન્યૂઝીલેન્ડની ટીમ ફરી બેટિંગમાં ન આવે તો ભારતને ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે નવો ટાર્ગેટ મળી શકે છે.
એક સ્પોર્ટ્સ વેબસાઈટ પ્રમાણે ન્યૂઝીલેન્ડ ફરીથી બેટિંગમાં ન ઉતરે અને જો 20 ઓવરની મેચ રમાય તો ભારતને 148 રનનો ટાર્ગેટ મળી શકે છે. આ ઉપરાંત DLS પ્રમાણે જો ઓવર કપાય અને મેચ નિયત સમયમાં શરૂ થાય તો ભારતને 46 ઓવરમાં 237 રનનો લક્ષ્યાંક મળી શકે છે.
વરસાદના કારણે મેચ બંધ રહી ત્યારે ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 211 રન બનાવ્યા હતા. ટેલર 67 અને લાથમ 3 રને રમતમાં છે.
INDvNZ સેમિ ફાઈનલઃ હવે ફરી ન્યૂઝીલેન્ડ બેટિંગ ન કરે તો ભારતને કેટલો મળે ટાર્ગેટ, જાણો વિગત
INDvNZ: જસપ્રીત બુમરાહે મેચની બીજી જ ઓવરમાં કર્યો કમાલ, બનાવ્યો વર્લ્ડકપ રેકોર્ડ
હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક SUV, એક વખત ચાર્જ થયા બાદ ચાલશે 452 km
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion