INDvSA: મોહાલી T20માં ટીમ ઈન્ડિયાની જીતના આ રહ્યા હીરો, જાણો કોણ કોણ છે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ મોહાલીમાં રમાઈ રહી હતી. 150 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી હતી.

મોહાલીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ મોહાલીમાં રમાઈ રહી હતી. 150 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી હતી. કોહલી જીત સાથે ટીમ ઈન્ડિયા 3 મેચની સીરિઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. ભારતની જીતમાં આ ખેલાડીઓનો મુખ્યફાળો રહ્યો હતો.
વિરાટ કોહલીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 72 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેના કારણે ભારત સરળતાથી મેચ જીત્યું હતું. આ દરમિયાન કોહલી ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો પ્રથમ ખેલાડી બની ગયો છે.

શિખર ધવનઃ રોહિત શર્મા અને ધવનની જોડીએ ભારતને આક્રમક શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા 12 રને આઉટ થયા બાદ ધવને કોહલી સાથે મળીને પાર્ટનરશિપ કરી હતી. ધવને 40 રન બનાવ્યા હતા.






















