હાલ દિનેશ કુમાર બાળકોને બોક્સિંગની તાલિમ આપી રહ્યો છે. દિનેશ કુમારના જણાવ્યા પ્રમાણે તેણે તૈયાર કરેલા અનેક બાળકો ઇન્ટરનેશલ કક્ષાએ પહોંચી ગયા છે. બાળકોના કોચિંગ માટે તે કોઈ જ ફી નથી લઈ રહ્યો.
2/4
ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી એક વીડિયો જારી કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દિનેશ કુમાર એક લારીને ધક્કો મારીને કુલ્ફી વેચતો જોવા મળી રહ્યો છે. તેને જોઈને લોકો વિચારતા હશે કે તેઓ જેમની પાસેથી પસાર થઈ રહ્યા છે તે દિનેશ કુમાર કદાચ ભારતનો બોક્સિંગ સ્ટાર બની શક્યો હોત. જોકે, 2014માં એક અકસ્માતે તેનું આ સપનું રોળી નાખ્યું હતું. દિનેશ કુમારની કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો. દિનેશ કુમાર દેશ અને વિદેશમાં બોક્સિંગમાં 17 ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ અને પાંચ બ્રોન્ઝ મેડલ જીતો ચુક્યો છે. જોકે, આજે તે કંઈ જ નથી.
3/4
આ અંગે વાતચીત કરતા દિનેશ કુમારે કહ્યુ કે, "મને એવી કોઈ જ આશા નથી દેખાતી કે સરકાર મને કોઈ રકમ કે નોકરી આપશે. મારો આકસ્માત થયા બાદ કોઈ પણ રાજકીય પક્ષે મને મદદ નથી કરી. હું સરકારને કહેવા માંગું છું કે હું આજે પણ એક સારો ખેલાડી છું, પરંતુ મારી સ્કિલનો વેડફાટ થઈ રહ્યો છે. આજકાલ હું કુલ્ફી વેચીને મારા પરિવારને મદદ કરી રહ્યો છું. મને બોક્સિંગ રિંગમાં પાછો જોવા માટે અને મારી કારકિર્દીને ચમકાવવા માટે મારા પરિવારે ખૂબ મહેનત કરી છે."
4/4
નવી દિલ્હીઃ હરિયાણાના અનેક એવા બોક્સર્સ છે જેણે દેશનું નામ રોશન કર્યું છે. વિજેન્દ્ર સિંહ અને સુશીલ કુમાર જેવા બોક્સર્સે ભારતીય બોક્સિંગને નવી ઉંચાઈએ પહોંચાડ્યું છે. બોક્સિંગ વર્લ્ડમાં કોઈએ ખુબ નામના મેળવી છે તો કોઈ ગુમનામ રહી ગયું છે. આવો જ એક ખેલાડી છે જેણે ભારત માટે 17 ગોલ્ડ મેડલ જીત્યા છે પરંતુ તેને કોઈ ઓળખ મળી નથી જે વિજેન્દ્ર સિંહ અને સુશીલ કુમાર જેવા બોક્સર્સને મળી છે. ઇન્ટરનેશનલ બોક્સર દિનેશ કુમારે આજકાલ ભિવનીમાં પોતાનું ગુજરાન ચલાવવા અને લોન ચૂકવવા માટે રસ્તા પર આઈસ્ક્રીમ વેચવા માટે મજબૂર છે.