શોધખોળ કરો
SRH VS RR : સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 11 રને હરાવ્યું
જયપુર: IPL-11ની 28મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 11 રનોથી હરાવ્યું છે. હૈદરાબાદે આપેલા 152 રનના ટાર્ગેટને પૂરો કરવા મેદાનમાં ઉતરેલી રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 140 રન કર્યા હતા. રાજસ્થાનના કેપ્ટન અજિંક્ય રહાણેએ સૌથી વધુ 64 રન બનાવ્યા હતા. આ પહેલા ટોસ જીતીને પહેલા બેટિંગ કરનારી હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 151 રન બનાવ્યા હતા. એલેક્સ હેલ્સ 45 રન બનાવી આઉટ થયો હતો. વિલિયમસન 63 રને આઉટ થયો હતો. શિખર ધવન માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો.
હૈદરાબાદની ટીમમાં બદલાવ કરવામાં આવ્યો છે. મોહમ્મદ નબીની જગ્યાએ એલેક્સ હેલ્સને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. રાજસ્થઆન રોયલ્સ તરફથી ઈસ સોઢી આ ટી-20માં ડેબ્યૂ કરશે.
પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદ બીજા સ્થાન પર છે. હૈદરાબાદે સાત મેચમાંથી પાંચમાં જીત મેળવી છે. કેપ્ટન વિલિયમસને ટીમની બેટિંગને સારી રીતે સંભાળી છે. તેણે 43.16ની રનરેટથી 259 રન બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement