મેચ બાદ વોટ્સને એક ખુલાસો કર્યો કે, ‘શરૂઆતના 10 બોલ પર હું પ્રયત્ન કરી રહ્યો હતો કે ઝડપી રન બનાવું. પરંતુ ભુવનેશ્વર નવા બોલ સાથે ગજબની બોલિંગ કરે છે. બંને તરફ સ્વિંગ કરે છે જે મારા માટે મોટી ચેલેન્જ હતી. એટલા માટે શરૂાતની છ ઓવરમાં ધ્યાનથી રમવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ મને ગિયરઅપ કરવાની તક મળી. અમને ખબર હતી કે એક વખત બોલ સ્વિંગ કરવાનું બંધ થશે તો અમે મોટા શોટ્સ રમી શકીશું અને તેવું જ થયું.’
2/3
ફાઈનલ મેચમાં પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે 179નો ટારગેટ આપ્યો હતો. જોકે આ ટાર્ગેટની સામે વોટ્સને ધમાકેદાર ઈનિંગ રમી અને ફાઈનલમાં સેન્ચુરી મારી હતી. ફાઈનલ મેચ માટે વોટસનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો.
3/3
નવી દિલ્હીઃ આઈપીએલ 2018ની ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદ વિરૂદ્ધ 57 બોલમાં 117 રનની ઇનિંગ રમીને ચેન્નઈને ત્રીજી વખત ખિતાબ અપાવનાર શેન વોટ્સને કહ્યું કે તેની આ ઈનિંગ વિશેષ છે.