શોધખોળ કરો
IPL 2018: કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો, IPLમાં પહેલી વાર બન્યું આવું
1/5

ટાર્ગેટ પૂરો કરવા ઊતરેલી પંજાબની ટીમે ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલની અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સને છ વિકેટે હરાવી પોતાનો છઠ્ઠો વિજય પ્રાપ્ત કર્યો. રાહુલ 54 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 84 રનની ઇનિંગ રમ્યો હતો, જેને કારણે પંજાબે શરૂઆતના વિકેટરૂપી આંચકામાંથી બહાર આવી 18.4 ઓવરમાં ચાર વિકેટે 155 રન બનાવી ટાર્ગેટ પૂરો કરી લીધો હતો.
2/5

આ મેચમાં પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. પંજાબના સ્પિન બોલર મુજિબે ફરી એકવાર તેની ફિરકીનો જાદુ ચલાવ્યો. મુજીબે ત્રણ વિકેટ ઝડપી હતી. મુજીબ ઉર રહમાન આઈપીએલ-11માં પહેલી હેટ્ટ્રિક બનાવતા ચૂકી ગયો હતો. મુજીબની દમદાર બોલિંગને કારણે રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ 152 રન જ બનાવી શકી હતી.
Published at : 08 May 2018 07:08 AM (IST)
View More





















