કોલકતાઃ મંગળવારે રાતે રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સની મેચમાં કોલકાતાએ રાજસ્થાનને 6 વિકેટથી હાર આપી હતી. 143 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. કોલકાતા વતી કેપ્ટન દિશન કાર્તિકે અણનમ 41 અનને ક્રિસ લિને 45 રન બનાવ્યા હતા. રાજસ્થાનના 4 ખેલાડીને આઉટ કરનારો કોલકાતાનો બોલર કુલદીપ યાદવ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
2/4
કોલકતાનાઇટ રાઇડર્સ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે 19 ઓવરમાં 142 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન વતી ઓપનર જોસ બટલર અને રાહુલ ત્રિપાઠીએ આક્રમક શરૂઆત કરી હતી. બંનેએ માત્ર 4.5 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 63 રનની પાર્ટનરશિપ કરી હતી. જે બાદ રાજસ્થાને નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. બટલરે સર્વાધિક 39 રન બનાવ્યા હતા. કોલકાતા વતી ચાઈનામેન સ્પીનર કુલદીપ યાદવે 4 ઓવરમાં 20 રન આપી 4 વિકેટ લીધી હતી.
3/4
પ્લેઓફમાં સ્થાન નક્કી કરવા માટે બંને ટીમો માટે આ મેચ મહત્વની હતી. કોલકાતાએ ટીમમાં એક ફેરફાર કર્યો હતો. પીયૂષ ચાવલાની માંસપેશી ખેંચાઈ જવાના કારણે તે ટીમમાં નહોતો સમાવાયો. તેના બદલે શિવમ માવીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
4/4
વર્તમાન આઈપીએલમાં કેકેઆરે 13 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ હાંસલ કરી પ્લેઓફની દોડમાં પોતાની સ્થિતિ વધારે મજબૂત કરી હતી. કોલકાતાની ટીમે હવે 19 મેએ પ્લઓફમાં સ્થાન જમાવી ચૂકેલી સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. રાજસ્થાનની ટીમ 13 મેચમાંથી 6માં જીત અને 7માં હાર નોંધાવી ચુકી છે.