લોકેશે રાહુલે 27 બોલમાં 222.22 રનના સ્ટ્રાઇક રેટ સાથે 60 રન બનાવ્યા હતા. જેમાં 9 ફોર અને 2 સિક્સનો સમાવેશ થતો હતો. ક્રિસ ગેલ 38 બોલમાં 62 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.
2/5
કોલકાતાઃ ઈડન ગાર્ડન પર રમાયેલી મેચમાં પંજાબે કોલકાતાને 9 વિકેટે હાર આપી હતી. વરસાદના કારણે પંજાબે જીતવા 13 ઓવરમાં 125 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે તેણે 1 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. પંજાબ તરફથી ઓપનર ક્રિસ ગેલ અને લોકેશ રાહુલે આક્રમક શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી.
3/5
પંજાબ વતી ટાયે-2 તથા અશ્વિન, રહેમાન, સરેને 1-1 વિકેટ લીધી હતી.
4/5
કોલકાતા વતી ઓપનર ક્રિસ લિને 74 રનનું સર્વાધિક યોગદાન આપ્યું હતું. કેપ્ટન દિનેશ કાર્તિકે 28 બોલમાં 43 રન બનાવ્યા હતા. રોબિન ઉથપ્પાએ પણ 34 રન બનાવ્યા હતા.
5/5
આ પહેલા અત્રેના ઇડન ગાર્ડન પર કિંગ્સ ઇલેવન પંજાબે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી કોલકાતાની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 191 રન નોંધાવ્યા હતા.