શોધખોળ કરો
IPL 2018: હવે શિવમ માવીના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
1/4

માવીએ મેચમાં પોતાની શરૂઆતની ત્રણ ઓવરમાં તેણે 29 રન બનાવ્યા હતા, જ્યારે અંતિમ ઓવરમાં 29 રન આપીને પોતાના નામે આ એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ઉમેશ યાદવના નામે હતો. ઉમેશા રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ 27 રન આપ્યા હતા. જ્યારે રાશિદ ખાન અને અમિત મિશ્રા પંજાબની ટીમ વિરૂદ્ધ એક ઓવરમાં 24-24 રન આપી ચૂક્યા છે.
2/4

ગૌતમ ગંભીરે કેપ્ટનશીપ છોડ્યા બાદ દિલ્હી ડેયરડેવિલ્સની કમાન સંભાળી રહેલ શ્રેયસ અય્યરે માવીની ઓવરમાં ચાર છગ્ગા અને એક ચગ્ગો ફટકારીને 29 રન બનાવ્યા. શિવમ માવી અંડર-19થી ચર્ચામાં આવ્યા હતા. દિલ્હી ડેયરડેવિલ્સે પ્રથમ બેટિંગ કરતાં કુલ 219 રન બનાવ્યા હતા. આ દિલ્હીનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. જવાબમાં રમવા ઉતરેલ કોલકાતા નાઈટરાઈડર્સની ટીમે નવ વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા.
Published at : 28 Apr 2018 11:31 AM (IST)
View More




















