તેણે કહ્યું કે, “ધોની હંમેશા પૂરી ટીમની જવાબદારી અને પરફોર્મ્નસમાં વિશ્વાસ રાખે છે. ગમે તે પરિણામ આવે તે માટે સમગ્ર ટીમને જવાબદાર ગણાવે છે. ધોની ડ્રેસિંગ રૂમમાં ક્યારેય ખેલાડીને કોઈ ચીજ માટે પ્રેશર કરતો નથી.”
2/6
જાડેજાએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “ધોની ક્યારેય હાર કે જીતની ક્રેડિટ કોઈ એક ખેલાડીને નથી આપતો. જો કોઈ ખેલાડીનું ફોર્મ નબળું હોય કે અપેક્ષા મુજબનો દેખાવ કરી ન શકતો હોય તો ધોની ક્યારેય દોષિ ગણાવવાના બદલે તેને આગામી મેચમાં સારું પ્રદર્શન કરવાની પ્રેરણા આપે છે.”
3/6
નવી દિલ્હીઃ ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું ફોર્મ ચાલુ સીઝનમાં ખાસ રહ્યું નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં કરેલા શાનદાર પ્રદર્શન બાદ જાડેજાનો આગામી મેચોમાં સારો દેખાવ કરવાનો આત્મવિશ્વાસ જરૂર વધ્યો હશે.
4/6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જાડેજાએ તેની બોલિંગથી ચેન્નાઈને જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. વર્ષ 2015 બાદ આઈપીએલમાં પ્રથમ વખત જાડેજા મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
5/6
જાડેજાના કહેવા મુજબ, “ધોની હંમેશા ખેલાડીઓને મોટિવેટ કરતો રહે છે. ધોની યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે અને તેઓ સારું પ્રદર્શન કરે તે માટે તેમને વધારે સમય આપે છે.”
6/6
ચેન્નાઇ સુપર કિંગ્સ આઈપીએલમાં અત્યાર સુધીમાં 10માંથી 7 મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પ છે. વધુ એક જીત સાથે સીએસકે પ્લેઓફમાં પહોંચી જશે. ધોનીના નેતૃત્વમાં સીએસકેની કોશિશ ટૂર્નામેન્ટના અંત સુધીમાં મહત્તમ મેચ જીતીને ટોપ પર રહેવાની હશે.