ઇંગ્લેન્ડનો ખેલાડી બેન સ્ટોક્સ આ વખતે આઇપીએલ ટૂર્નામેન્ટમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. અડધી ટૂર્નામેન્ટ ખતમ થઇ ગયા પછી પણ આ ખેલાડીનું બેટ હજુ બોલ્યું નથી. બેન સ્ટોક્સને ખરીદવા માટે રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડ રૂપિયા ખર્ચ્યા. બેન સ્ટોક્સે અત્યાર સુધી 8 મેચમાં માત્ર 148 રન જ બનાવ્યા છે અને 1 વિકેટ જ મેળવી શક્યો.
2/8
યુવા બોલર જયદેવ ઉનડકટને આ વખતે ભારતીય ખેલાડીઓમાંથી સૌથી વધુ કિંમત મળી છે. જયદેવ ઉનાદકટને 11.5 કરોડમાં ખરીદવામા આવ્યો હતો. કિંમત પ્રમાણે જયદેવનું પરફોર્મન્સ નબળું દેખાઇ રહ્યું છે. 8 મેચમાં ઉનાદકટ માત્ર 7 વિકેટ જ ખેડવી શક્યો છે.
3/8
વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને કિંગ્સ ઇલેવન પંજાબે 11 કરોડ રૂપિયામા ખરીદ્યો હતો. લોકેશ રાહુલ સારું પરફોર્મન્સ કરી રહ્યો છે અને દરેક મેચમાં તે પોતાની ટીમ માટે દમદાર સાબિત થઇ રહ્યો છે. 7 ઇનિંગમાં રાહુલે 268 રન બનાવ્યા છે અને વિકેટની પાછળ 3 કેચ પકડ્યા છે.
4/8
મનીષ પાંડેને પોતાની ટીમમા રાખવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદે 11 કરોડની બોલી લગાવી હતી. સનરાઇઝર્સ માટે મનીષ પાંડે 8 મેચ રમ્યો અને 7 વખત બેટિંગ કરવાનો ચાન્સ મળ્યો, જેમાંથી એક વખત 57 અને બીજી વખત 54 રનની ઇનિંગ રમી હતી. જ્યારે 5 વખત મનિષ પાંડે ફ્લોપ રહ્યો હતો. આ પરફોર્મન્સથી પાંડે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મોંઘા સાબિત થઇ રહ્યા છે.
5/8
KKRએ ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી ક્રિસ લિનને આ વખતે RTMથી પોતાની પાસે રાખ્યો. કેકેઆર તેને 9.6 કરોડ રૂપિયા ચુકવશે. લિને આ સિઝનની તમામ 8 મેચ રમી અને અત્યાર સુધીમાં તેણે 248રન બનાવ્યા છે. આ 8 ઇનિંગમાં ક્રિસ લિન એક વખત 0 અને બે વખત 5 રન બનાવીને આઉટ થઇગયો હતો, પરંતુ તેમણે કોલકાતા માટે (49, 74 અને 62*) ત્રણ શાનદાર ઇનિંગ પણ રમી છે.
6/8
દિલ્હીએ ઓસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને આ વખતે પોતાની પાસે 9 કરોડમાં રાખ્યો. 9 મેચમાંથી મેક્સવેલ 8 મેચ રમ્યો છે. આ ખેલાડીએ 8 ઇનિંગમાં કુલ 131 રન બનાવ્યા છે અને 6 વખત એમને બોલિંગનો મોકો મળ્યો, જેમાં મેક્સવેલે 5 વિકેટ લીધી.
7/8
અફઘાનિસ્તાન ટીમના યુવા લેગ સ્પિનર રાશિદ ખાનને સનરાઇઝર્સ હૈદરાબાદે RTMનો ઉપયોગ કરી 9 કરોડમાં ખરીદ્યો હતો. આ બોલરે સનરાઇઝર્સ તરફથી રમાયેલી 8 મેચમાં અત્યાર સુધીમાં 1 વિકેટ ઝડપી છે.
8/8
નવી દિલ્હીઃ આઈપીએલની 11મી સીઝનમાં લગભગ અડધા જેટલા મેચ પૂરા થઈ ગયા છે. ત્યારે આઈપીએલની ટીમમાં ઘણાં એવા ખેલાડી છે જેને ફ્રેન્ચાઈઝીએ તગડી રકમ ચૂકવીને ટીમમાં સામેલ કર્યા છે પરંતુ તેમનું પ્રદર્શન સાવ કંગાળ રહ્યું છે. અહીં અમે તમને એવા ખેલાડી વિશે જણાવીએ છીએ જને કરોડો રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે સામે તેના પ્રદર્શનથી ટીમને નિરાશા સાંપડી છે.