શોધખોળ કરો
Advertisement
IPL-2019: દિલ્હી કેપિટલ્સે પંજાબને પાંચ વિકેટે હરાવ્યું, ઐય્યરના અણનમ 58 રન
દિલ્હી તરફથી શ્રેયસ ઐય્યરે અણનમ 58 રન ફટકાર્યા હતા. આ જીત સાથે દિલ્હી પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગઇ હતી
નવી દિલ્હીઃ આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સનો પાંચ વિકેટે વિજય થયો હતો. 164 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હીએ 5 વિકેટે મેચ જીતી હતી. દિલ્હી તરફથી શ્રેયસ ઐય્યરે અણનમ 58 રન ફટકાર્યા હતા. આ જીત સાથે દિલ્હી પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગઇ હતી. અગાઉ પંજાબે 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ પાવર પ્લેમાં ઝડપી રમત રમી હતી. ઓપનર પૃથ્વી શો 13 રન પર આઉટ થયો હતો. જોકે બાદમાં ધવને શ્રેયસ ઐય્યર સાથે મળીને છ ઓવરમાં 60 રન બનાવ્યા હતા. ધવન 56 રન બનાવી આઉટ થયો હતો. બાદમાં પંત પાસે દિલ્હીના સમર્થકોને આશા હતી પરંતુ તે એક રન પર વિજોએનનો શિકાર બન્યો હતો. ઐય્યરે કોલિન ઇન્ગ્રામ સાથે મળીને કેપ્ટન ઇનિંગ રમી હતી અને ટુનામેન્ટની પોતાની 12મી અડધી સદી ફટકારી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement